Rain/ રાજ્યના 193 તાલુકામાં મેઘરાજાની મહેર,બોડેલીમાં આભ ફાટ્યું, સૌથી વધુ 22 ઇંચ

આ  વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી લોકોના ઘરો અને દુકાનમાં પાણી ભરાઇ ગયાના સમાચાર આવી રહ્યા છે, જેના લીધે ભારે નુકશાન થયાનો અંદાજ છે

Top Stories Gujarat
  • રાજ્યના 193 તાલુકામાં મેઘ મહેર
  • છોટાઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ
  • છોટાઉદેપુર ના જેતપુર પાવીમાં 16ઇંચ
  • પંચમહાલના જાંબુઘોડામાં પણ 15 ઇંચ વરસાદ

રાજ્યમાં મેઘરાજાની ભારે મહેર જોવા મળી રહી છે,ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે.વરસાદે રાજ્યને ધમરોળ્યું છે. તેમા પણ સૌથી વધારે તો મધ્ય ગુજરાતને ધમરોળ્યુ છે. સમગ્ર મધ્ય ગુજરાત ભારે વરસાદથી જળબંબાકાર થયું છે. છોટા ઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારો બોટમાં ફેરવાયા છે. બોડેલીમાં સૈાથી વધુ  22 ઇંચ વરસાદ પડ્યો છે અને હજી પણ ચાલુ છે. જ્યારે પાવી-જેતપુરમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 193 તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

આ  વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી લોકોના ઘરો અને દુકાનમાં પાણી ભરાઇ ગયાના સમાચાર આવી રહ્યા છે, જેના લીધે ભારે નુકશાન થયાનો અંદાજ છે. ગઇકાલથી અવિરત રીતે વરસાદ પડિ રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ તકલીફ થઈ રહી છે. મધ્ય ગુજરાતમાં ગઇકાલ રાતથી વરસાદ શરૂ થયો હતો અને તે આજે રાત્રે પણ અવિરત જારી છે. છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર અને બોડેલીમાં થયો છે.