દેશ વિદેશના લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર સાળંગપુર કષ્ટભજન હનુંમાનજી મંદિરે આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી પોતાના ગુરુની પૂજા કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. કષ્ટભંજન હનુંમાનજી મહારાજને વિશેષ સુવર્ણ વાઘા શણગાર દર્શન યોજાયા હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન હનુંમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટયા હતા સાળંગપુર હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિતે મંદિરના સંતોએ તેમના ગુરુની પૂજા કરી હતી જયારે હરિભક્તો દ્વારા પોતાના ગુરુની પૂજન કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી, ગુરુ પૂર્ણિમા નિમિતે સાળંગપુર હનુંમાનજી મંદિરે આજે વહેલી સવારથી વિશેષ મહા આરતી, પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે હનુંમાનજી દાદાની સ્થાપના કરનાર ગુરુ ગોપાળાનદજીની મંદિરના કોઠારી સ્વામી સહિતના સંતોએ પુજન કર્યુ હતું આજે કષ્ટભંજન હનુંમાનજી મહારાજને કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ વિશેષ સંપૂર્ણ સુવર્ણના વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા અને આજના પાવન દિવસે તમામ ભક્તોનું જીવન સુખમય નિવડે તેવા આશીર્વાદ આપ્યા હતા. આમ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે આસથા ભેર ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી. દેશ વિદેશના હજારો ભાવિક ભક્તોએ વિશેષ દર્શન લાભ અને ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ.એ ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો
