Indigo Airlines/ દિલ્હીથી વડોદરા જઈ રહેલા ‘ઇન્ડિગો’ વિમાનનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

એરલાઇન ‘ઇન્ડિગો’ (Indigo) ના દિલ્હી-વડોદરા એરક્રાફ્ટના એન્જીનમાં થોડીક સેકન્ડ માટે ખામી અનુભવાયા બાદ પાયલોટે સાવચેતીના પગલારૂપે તેને જયપુરમાં લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

Top Stories India
ઇન્ડિગો

એરલાઇન ‘ઇન્ડિગો’ (Indigo) ના દિલ્હી-વડોદરા એરક્રાફ્ટના એન્જીનમાં થોડીક સેકન્ડ માટે ખામી અનુભવાયા બાદ પાયલોટે સાવચેતીના પગલારૂપે તેને જયપુરમાં લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી.

તેમણે કહ્યું કે ડીજીસીએ ગુરુવારની ઘટનાની તપાસ કરી રહી છે. એરલાઈન ‘સ્પાઈસજેટ’ પણ આ દિવસોમાં ડીજીસીએના સ્કેનર હેઠળ છે. 19 જૂનથી ટેકનિકલ સમસ્યાઓના આઠ કરતા વધુ કેસ નોંધાયા બાદ DGCAએ 6 જુલાઈએ સ્પાઈસજેટ એરક્રાફ્ટને કારણદર્શક નોટિસ જારી કરી હતી. ઉડ્ડયન નિયમનકારનું કહેવું છે કે કેરિયર સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ ચલાવવામાં “નિષ્ફળ” રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્ડિગો ની દિલ્હી-વડોદરા ફ્લાઇટના પાયલોટે થોડી સેકન્ડો માટે એન્જિનના આંચકા અનુભવ્યા બાદ સાવચેતીના પગલા તરીકે તેને જયપુર ખાતે લેન્ડ કરવાનું નક્કી કર્યું હતું. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્લેન જયપુર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દિલ્હીથી વડોદરા જતી ઈન્ડિગો ની ફ્લાઈટ 6E-859ને 14 જુલાઈ 2022ના રોજ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના પાયલોટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો હતો.”

આ પણ વાંચો:ડોડામાં શિવ મંદિરમાં તોડફોડ , ખીણમાં 3 મહિનામાં આવી ચોથી ઘટના

આ પણ વાંચો:નહીં કરું દેહવ્યાપારનો ધંધો… આટલું સાંભળીને પતિએ 6 બાળકોની સામે પત્નીની કરી હત્યા અને પછી કડાઈમાં ઉકલી લાશ

આ પણ વાંચો:22 વર્ષ જૂના IT કાયદામાં ખામીઓ, હવે સુધારો કરવાનો સમય આવી ગયો છે : કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર