બનાસકાંઠા/ એન ડી આર એફ ના જવાનો બન્યા દાતામાં દેવદૂત…..

દાતાના મગવાસ પાસે વહેતી સાબરમતી નદીમાં પુર આવ્યા પરિણામે નદીના વચ્ચે ગામનો જ યુવાન ફસાયો રાજસ્થાનમાં ભારે વરસાદ થતાં સાબરમતી નદીમાં ઘોડાપુર શરૂ થયા સ્થાનિકો જોવા પહોંચ્યા

Gujarat Others
એન ડી આર એફ

આમ તો બનાસકાંઠામાં નિહવત વરસાદ છે પણ આજ સવારથી મેઘમહેરની શરૂઆત થઈ પરિણામે દાતાના પહાડી વિસ્તારની અનેક નદી નાળા સજીવન થયા આવી જ રીતે દાતાના મગવાસ પાસે વહેતી સાબરમતી નદીમાં પુર આવ્યા પરિણામે નદીના વચ્ચે ગામનો જ યુવાન ફસાયો રાજસ્થાનમાં ભારે વરસાદ થતાં સાબરમતી નદીમાં ઘોડાપુર શરૂ થયા સ્થાનિકો જોવા પહોંચ્યા નદીના રૂપને ત્યાં જ અચાનક નદીની મધ્યમમાં ફસાયેલ યુવક પર પડી વાત ફેલાઈ વાયુવેગે પરિણામે ગામ થયું ભેગું યુવાનને બહાર નિકલવી કરાઈ કોશિશ પણ સફળતા ન મળી આખર સ્થાનિકો એ કરી તંત્રને જાણ જાણ થતાં જ સ્થાનિક તંત્ર આવ્યું એક્શનમાં અને તત્કાળ કરાઈ જાણ એનડીઆરએફ ટિમને ગણતરીના કલાકોમાં પહોંચી હતી.

એટલું જ ટિમ ધસમસતા પ્રવાહને ચીરી યુવક પાસે પહોંચી એન ડી આર એફ ની ટિમ અને ગણતરીની મિનિટમાં જ જીવન મોત વચ્ચે ઝોલા ખાતા યુવકને બહાર નીકળીને લાવ્યો કિનારા પર યુવક ને હેમખેમ બહાર જોઈને સ્થાનિકો મનાવી ખુશી એન ડી આર એફની ટિમ જાને યુવાન માટે દેવદૂત બનીને આવી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિક તંત્ર ફાયર ટિમ અને મેડિકલ ટિમ પણ હાજર હોવાથી તત્કાળ તપાસ કરી મેડિકલ રીતે ફિટ જાહેર કરતા લોકો એ રાહત નો શ્વાસ લીધો કહેવાય છે ન જીવન બાકી હોય તો ભગવાન ગમે તે સ્વરૂપે આવે છે. આજે દાતાના આ યુવાન માટે એન ડી આર એફ ટિમ ભગવાન સમાન સાબિત થઈ હતી.એન ડી આર એફ ટિમ ની કામગીરીને સ્થાનિકો એ બિરદાવી હતી યુવાન ના પરિવાર ની ખુશી એટલી બધી હતી કે જાણે વર્ષો પછી ધેર પુત્ર જન્મ્યો હોય આમ એન ડી આર એફ ની ઉમદા કામગીરી એ યુવાન નો જીવ બચાવીને પરિવાર અને ગામ ને ખુશીનો માહોલ બનાવી આપ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ખેડૂતોને ભવિષ્યની ચિંતા : સોલાર પ્રોજેક્ટ મુદ્દે અકળાયેલા ખેડૂતો લડી લેવાના મૂડમાં

આ પણ વાંચો:રાયબરેલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ