Mohammad Siraj Bowling: ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 3 રને હરાવી પ્રવાસની શરૂઆત જીત સાથે કરી હતી. ટીમ ઈન્ડિયાએ હવે 3 મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 308 રન બનાવ્યા હતા, જેની સામે યજમાન ટીમ 305 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ સિરાજની શાનદાર બોલિંગને કારણે તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નહીં. મેચ બાદ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે સારી યોર્કર બોલિંગના કારણે સિરાજને છેલ્લી ઓવરમાં બોલિંગ આપવામાં આવી હતી.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ચહલે કહ્યું, ‘અમને વિશ્વાસ હતો કે સિરાજ અંતિમ ઓવરમાં 15 રનનો બચાવ કરી શકશે કારણ કે તે યોર્કર ફેંકી રહ્યો હતો. તેણે તેની છેલ્લી બે ઓવરમાં પણ માંડ એક કે બે યોર્કર છોડ્યો હતું. અમને આત્મવિશ્વાસ હતો, પરંતુ દબાણ પણ હતું. જે રીતે વેસ્ટ ઈન્ડિઝ બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે સંજુ સેમસને વાઈડ બોલ પર તે ડિફેન્સ કર્યો, તેનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો.
પોતાની બોલિંગને લઈને ચહલે કહ્યું, ‘મને ખબર હતી કે બોલથી બેટ્સમેનને સ્પિનમાં ફસાવી શકો છો. હું મારી લાઇન બદલી રહ્યો હતો અને બહાર બોલિંગ કરતો હતો કારણ કે લેગ સાઇડની બાઉન્ડ્રી ટૂંકી હતી. હું ઇચ્છતો હતો કે તેઓ મને કવર પર ફટકારે. IPL બાદ ચહલ ODI ક્રિકેટમાં પણ ડેથ ઓવરોમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે 40 ઓવર પછી તેણે ફેંકેલી બે ઓવર અંગે તેણે કહ્યું, ‘તેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. મેં 40 ઓવર પછી બે ઓવર નાખી. મારી ભૂમિકા મારા માટે સ્પષ્ટ છે. હું નેટ્સમાં તે મુજબ પ્રેક્ટિસ કરું છું અને કોચ સાથે મારી યોજનાઓની ચર્ચા કરું છું.
આ પણ વાંચો: Amarnath Yatra 2022 / વરસાદ વચ્ચે અમરનાથ યાત્રા ફરી શરૂ, 3500 શ્રદ્ધાળુઓ ગુફા તરફ થયા રવાના
આ પણ વાંચો: explained / મંકીપોક્સથી મારબર્ગ સુધી… કોરોના મહામારી પછી આ ખતરનાક વાયરસ દુનિયાને ડરાવે છે
