ઘટસ્ફોટ/ રાજકોટના તાલુકા ભાજપ મંત્રીનો પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો

રોહન રૈયાણી ભાજપના તાલુકા મંત્રીનો પુત્ર આણંદ ડ્રગ કેસમાં ઝડપાયેલા ચાર શખ્સોમાંથી એક હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Others
  • આણંદ:પાર્ટી ડ્રગ્સ સાથે 4 આરોપી ઝડપાયાનો મામલો
  • ચાર પૈકી 1 આરોપી ભાજપના નેતાનો પુત્ર
  • રાજકોટના તાલુકા ભાજપ મંત્રી સુરેશ રૈયાણીનો પુત્ર
  • સુરેશ રૈયાણીનો પુત્ર રોહન ડ્રગ્સ સાથે ઝડપાયો

ગુજરાત રાજ્યમાં ડ્રગ અને દારૂનો કાળો કારોબાર દિવસે દિવસે જોર પકડી રાજ્યમાં દારૂ અને ડ્રગ મળી આવની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે. ગુજરાતનું યુવાધન સતત નાશને રવાડે ચઢતું જોવા મળી રહયું છે. ત્યારે ભાજપના નેતાના પુત્ર ડ્રગ સાથે ઝડપાયો છે.

ગતરોજ આણંદ SOG દ્વારા સોજિત્રા ખાતેથી પેટ્રોલીંગ દરમિયાન એક ગાડીમાંથી પ્રતિબંધીત એમડીએમએ પાર્ટી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. અને ડ્રગ મળી આવવાના કેસમાં ગાડીમાં સવાર રાજકોટના ચાર શખસની અટક કરી તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ગાડીમાં સવાર ચાર શખસની પુછપરછ કરતાં તે તુષાર ઉર્ફે ભુરો જીવરાજ સાંગાણી, રોહન શૈલેષ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણા અને રોહન સુરેશ રૈયાણી (તમામ રહે. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું છે. રોહન રૈયાણી ભાજપના તાલુકા મંત્રીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેને લઈ રાજકોટ ભાજપમાં સોપો પડી ગયો છે. એક બાજુ પીએમ આજે તેમની ગુજરાત મુલાકતે આવ્ય છે. ત્યારે રાજકોટ ભાજપના તાલુકા મંત્રીનો પુત્ર ડ્રગ કેસમાં ઝડપાયો છે. 

અત્રે નોધનીય છે કે, ગતરોજ સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રસ્તેથી પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 03 એલબી 0034માં ચારેક જેટલા શખસ એમડીએમએ, મેથા એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. ગાડીની તલાસી લેતા તેમાં સવાર ચાર શખસ પાસેથી અલગ અલગ પ્રમાણમાં MDMA પાર્ટી ડ્રગ્સ 19.680 ગ્રામ જેટલું મળી આવ્યું છે. જેની કિંમત રૂ.1,96,800 જેટલી હતી. જ્યારે સમગ્ર કેસમાં ડ્રગ્સ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ.5.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.