નવરાત્રી 2023/ નવરાત્રીના ત્રીજા નોરતે કરો મા “ચંદ્રઘંટા”ની આરાધના

या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

Top Stories Religious Dharma & Bhakti
third day of navratri

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ પહેલા એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્રની સમાન સુંદર માતાનું આ રૂપ દિવ્ય સુગંધિઓ અને ધ્વનિઓનો આભાસ કરાવે છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, પરિણામે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.

તેમના શરીરનો રંગ સોના જેવો ચળકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દશે હાથોમાં શસ્ત્રો, બાણ, અસ્ત્રો વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજા નિમ્નલિખિત મંત્રથી શરૂ કરવી જોઈએ.

આ મંત્રના જપ સાથે કરો માં ચંદ્રઘંટાને પ્રસન્ન

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥