કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ ટેલીમાં ટીમ ઈન્ડિયાનું ખાતું ખોલવામાં આવ્યું છે. શનિવારે (30 જુલાઈ) ભારતને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. હવે સુપર સન્ડેનો વારો છે, જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. રવિવારે બપોરે 3.30 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ છે, કોમનવેલ્થમાં ટીમ ઈન્ડિયાની આ બીજી મેચ છે.
મહિલા ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર પાકિસ્તાન સામેની મેચ પર છે, દરેકને આશા છે કે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અહીં જબરદસ્ત જીત મેળવશે.
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાનાર આ મેચમાં તમામની નજર સ્મૃતિ મંધાના પર રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણીને સારી શરૂઆત મળી હતી, પરંતુ તે મોટો સ્કોર બનાવી શકી ન હતી. તેમના સિવાય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ રમી હતી.
ભારતની ટીમ: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (wk), જેમિમા રોડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (c), હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ, રેણુકા સિંહ, સ્નેહ રાણા, એસ. મેઘના, પૂજા વસ્ત્રાકર, તાનિયા ભાટિયા
પાકિસ્તાનની ટીમઃ ઈરમ જાવેદ, મુનીબા અલી, ઓમિના સોહેલ, બિસ્માહ મરૂફ, નિદા ડાર, એ. રિયાઝ, આયેશા નસીમ, ફાતિમા સના, તુબા હસન, ડાયના બેગ, અનમ અમીન, આયમાન અનવર, કાઈનત ઈમ્તિયાઝ, સાદિયા ઈકબાલ, ગુલ ફિરોઝા
ગુજરાત/ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાની વિરુધ્ધ ખોટી અરજી કરનાર સામે કર્યો 5 કરોડનો દાવો
