Surat News: સુરતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની કામગીરી દરમ્યાન મહિલા ઇજાગ્રસ્ત બનવાનો બનાવ બન્યો. સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા હાલમાં જર્જરિત મકાનો હટાવી લેવા મામલે કવાયત હાથ ધરાઈ છે. સ્લમી બોર્ડની આ કવાયતનો કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જો કે વિરોધ કરતી વખતે અચાનક ગેલેરીનો ભાગ તૂટતા જ મહિલા પણ નીચે પટકાઈ. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
પ્રશાસનની કડક કામગીરી
અગ્નિકાંડ ઘટના બાદ પ્રશાસન વધુ કડક બન્યું છે. સુરત શહેરમાં વહીવટંત્ર દ્વારા હાલમાં જર્જરિત મકાનો હટાવી લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકા અને સ્લમ કલિયરન્સ બોર્ડ મોટી કાર્યવાહી કરતા શહેરના અનેક વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી. આજે સવારે જ્યારે મહાનગરપાલિકાની ટીમ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ જર્જરીત મકાનો દૂર કરવા સચિન કંસાડ વિસ્તારમાં પાણીના વીજ કનેકશન કાપવા પંહોચ્યા ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. સચિન કંસાડ વિસ્તારમાં વહીવટીતંત્રની કાર્યવાહીનો વિરોધ કરવા ટોળું ભેગું થઈ હતું. દરમ્યાન કેટલાક લોકો આ વિસ્તારમાં પોતાના ફલેટની ગેલેરીમાંથી વિરોધ કરી રહ્યા હતા. પરંતુ અચાનક જ ગેલેરીનો ભાગ તૂટી પડતા મહિલાઓ નીચે પટકાઈ. આ ફલેટની ગેલેરીમાં લોખંડની ગ્રીલનો ભાગ તૂટતા મહિલા નીચે પટકાઈ.
આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ગેલેરી તૂટવાના કારણે મહિલા નીચે પટકાતા સામાન્ય ઇજા પહોંચી. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા પંહોચી નથી.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
