અમરેલીના જાફરાબાદમાં આવેલા લુસણાપુર ગામની સીંટેક્ષ કંપની સામે દલીત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગામની સીંટેક્ષ કંપનીએ દલીત સમાજની જમીન પર દબાણ કર્યો હોવાથી કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દલીત સમાજના આગેવાનો સહિત મહિલાઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે અહીં વિરોધ કરવામાં આવ્યો હતો. સુત્રોચાર સાથે કંપનીમાં પ્રવેશ કરી જમીન જાતે ખાલી કરાવવાની માંગ કરી હતી. આ વચ્ચે દલિત સમાજ અગ્રણી વાઘજીભાઈ જોગદીયાએ સીંટેક્ષ કંપની દ્વારા દાદાગીરી કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સીંટેક્ષ કંપની દ્વારા મીડિયા સમક્ષ કયપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાની લુણસાપુર ગામની સીંટેક્ષ કંપની દ્વારા દલિત સમાજની જમીન ઉપર દબાણ કર્યાના આક્ષેપ સાથે વિરોધ પ્રદશન કરાયુ હતું.

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સીંટેક્ષ કંપની આવેલી છે અહીં નાગેશ્રી ગામના ખેડૂત અલગ અલગ ત્રણ વ્યક્તિઓ ખાતેદાર છે આ જમીન ટોચ મર્યાદાની હતી અને કંપની દ્વારા તેમના ઉપર દબાણ હાલ કર્યા હોવાનો દલિત સમાજના લોકો દ્વારા આક્ષેપ લગાવ્યો હતો અરજદારો દ્વારા સ્થાનિક અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ હાઇકોર્ટ સુધી મામલો પોહચ્યો હતો અને ત્યારબાદ કલેકટર સમક્ષ હુકમ કર્યો હતો અને આખો વિવાદ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે.
ત્યારે આજે થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટનામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ડી.વાય.એસ.પી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે થોડીવાર માટે કંપની પોલીસ છાવણીમાં ફેરવાય હતી આશરે 80 વિઘા ઉપરાંત જમીન આવેલ છે આખો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો અહીં દલિત સમાજના અગ્રણી વાઘજીભાઈ જોગદીયાની આગેવાની હેઠળ મહિલાઓ સહિત સીંટેક્ષ કંપની સામે સુત્રોચાર સાથે કંપનીમાં પ્રવેશ કરી જમીન જાતે ખાલી કરાવવાની માંગ કરી હતી આ વચ્ચે દલિત સમાજ અગ્રણી વાઘજીભાઈ જોગદીયા એ સીંટેક્ષ કંપની દ્વારા દાદાગીરી કર્યાનો પણ આરોપ લગાવ્યો છે જોકે આ મુદ્દે સીંટેક્ષ કંપની દ્વારા મીડિયા સમક્ષ કયપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે ઈન્ડરસ્ટ્રી જોન વિસ્તાર હોવાને કારણે પોલીસનો મોટો કાફલો ગેટ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણે લોકોના ટોળા અંદર પ્રવેશવા ન દીધા અને જેના કારણે સીંટેક્ષ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા અને વિરોધ પ્રદશન કર્યા બાદ પોલીસની મધ્યસ્થીતી વચ્ચે કંપની દ્વારા ન્યાયની ખાત્રી આપી છે જેના કારણે હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે વિવિધ દલિત સમાજની માંગો અંગે કંપની વિરોધ પ્રદશન બાદ હકારમક અભિગમ દર્શાવ્યો છે પરંતુ જો ફરી ન્યાય નહિ મળે તો આ મામલો વધુ ઉગ્ર બનશે
મામલો ઉગ્ર બને તે પહેલાં દલિત સમાજના આગેવાન સહિત પોલીસ અધિકારી અને સીંટેક્ષ કંપનીના અધિકારી વચ્ચે બેઠકમાં દલિત સમાજને ન્યાય આપવા માટેની ખાત્રી આપી છે જમીન અન્ય વિસ્તારમાં આપવા માટેની ખાત્રી ઉપરાંત તેમનું વળતર આપવા માટેની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે દલિત સમાજ આગેવાન વાઘજીભાઈ જોગદીયાના કહેવા પ્રમાણે હાલ ન્યાય માટેની ખાત્રી આપી છે ડી.વાય.એસપી.એ જવાબદારી લીધી છે.
World / નેન્સી પેલોસી હવે તાઇવાન નહીં જાય; ચીનની ધમકીથી ડરયું અમેરિકા ?
