સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ શરૂ થતાં જ શ્રાવણિયા જુગારના અડ્ડાઑ સારું થઈ જાય છે. બીજી બાજુ પોલીસ પણ આવા શ્રાવણિયા જુગારના અડ્ડાઑ સૂંઘતી જોવા મળી છે. અને જેવી બાતમી મળે કે આવા અડ્ડા ઑ પીઆર રેડ પાડતી હોય છે. કેશોદ ખાતે પણ પોલીસે આવા જ એક જાહેર માં રમતા જુગારધામ પીઆર દરોડા પાડ્યા હતા. જ્યાં પુરુષોની સાથે મહિલાઓને પણ ઝડપી પાડી હતી.
કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી ને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ કેશોદ શહેરમાં આવેલી મેઘના સોસાયટીમાં બાલભવન પાસે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમવામાં આવે છે. ત્યારે કેશોદ પોલીસ કાફલાને બાતમીના સ્થળે મોકલી આપતાં જાહેરમાં કુંડાળું કરીને હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં હોય છ મહિલા સહિત ચૌદ જુગારીઓને ઝડપી લીધા હતાં.
કેશોદ પોલીસ દ્વારા મેઘના સોસાયટીમાં બાલભવન પાસે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ઝડપાયેલા જુગારીઓમાં રસીલાબેન રમેશભાઈ ભાર્થી,રતીબેન ઉર્ફે રસીલાબેન ઉલવા, ગીતાબેન સુભાષભાઈ પુરોહિત, લાભુબેન કાન્તિલાલ ચૌહાણ,ભાગ્યવતીબેન રમેશભાઈ ગોસ્વામી, શિલ્પાબેન મનહરભાઈ કાથડ, કાન્તિભાઈ પોપટભાઈ ચાવડા, મુકેશભાઈ વાલદાસ અગ્રાવત, દીનેશભાઈ નેમીચંદ્રભાઈ નવલ, મુકેશભાઈ બાલુભાઈ ખારેલાલ,અરૂણભાઈ લક્ષ્મણભાઈ કુલવાડીયા, પ્રકાશભાઈ હીરાભાઈ દેવળીયા, વિશાલભાઈ મનસુખભાઈ વિઠ્ઠલાણી, રાહુલભાઈ લાખાભાઈ ઉલવા ને રોકડા રૂપિયા ૧૨૩૬૦/- સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેશોદ પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને ઝડપી પાડયા બાદ અંગજડતીમાં મોબાઈલ ફોન ન મળતાં કામગીરી સામે શંકાઓ ઉભી થઇ રહી છે અને પકડાયેલા જુગારીઓ પાસેથી દર્શાવવામાં આવતી રકમ માં પણ મોટો તફાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેશોદ શહેરમાં ચોક્કસ વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર ચાલતો હોય છે ત્યારે ત્યાં સુધી પહોંચવામાં હાથ ટુંકા પડતાં હોવાનું મનાય છે.
બનાસકાંઠા / હે માં તું આટલી કેમ નિષ્ઠુર બની ? હવે બનાસકાંઠામાંથી મળ્યું સાત માસની બાળકીનું ભ્રૂણ
મમતા થઈ શર્મસાર / દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું
સાબરકાંઠા / જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો
