આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે. ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા હોય છે. પણ સમય બદલાયો છે. દશા બદલાઈ દિશા બદલાઈ તો ક્યાંક લોકો પણ બદલાયા. ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદો છે. છતાં ક્યાંક છટકબારી લોકો શોધી લેતા જ હોય છે. ક્યાંક ચોરી છુપી થી ક્યાંક રૂપિયાના જોરે બાળકનું ગર્ભમાં જ મોત કરાવતા લોકો અચકાતા નથી. અનેક દવાઓનો સહારો લઈ અનેક ભૃણની હત્યા થતી હોવાનો સહેજ પણ ઇનકાર કરી શકાય નહીં. આમ તો માને દેવી સ્વરૂપ અપાય છે. કદાચ બાપ નિષ્ઠુર હોઈ શકે પણ મા તો ક્યારેય નહીં. પણ ભાઈ કળજુગ છે અને હવે એ જ મા પર કલક લાગી રહ્યું છે. જન્મની સાથે તરછોડી દેનાર બાળક આજે પણ એ જ પોકાર કરી રહ્યું છે કે. ….. હે માં મારો ગુન્હો કયો કે મને આ રીતે તરછોડી દીધું……?
વાત અહીંયા બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદની કરવી છે. તો ત્રણે જિલ્લામાં હૃદય હચમચાવી નાખે એવી ઘટના ઘટી છે. સાબરકાંઠાના જીવિત દટાયેલી બાળક ની જવાબદારી તો સરકારે લઈ લીધી. તો પણ કમનસીબે બનાસકાંઠા માં તો 7 માસ નું ભૃણ જન્મતા ની સાથે જ મોત ને ભેટયું છે. અહીંયા ઘટના છે બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા ના ડાગિયા ગામ ની, તો ગામ ના રસ્તા પર કોઈ અજાણ્યા પુરુષ કે મહિલા એ સાત માસ નું ભૃણ તરછોડી દીધું। સમય પસાર થતા સ્થાનિકો ને ખબર પડી. ભૃણ મળ્યાની વાત સામે આવતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા.

તાત્કાલિક પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ પહોંચી અને 108 પણ ઘટના સ્થળે પહોચી હતી. સાત માસ ની બાળકી ને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. પરંતુ કર્મ ની કઠણાઇ બાળકી મૃત હતી. ડોકટર હિમાંશુ ગઢવી એ કહ્યું કે આ બાળકીનું ભૃણ છ થી સાત માસ નું હોઈ શકે. પણ ભૃણ નું મોત થોડા કલાકો પહેલા થઈ ગયું છે. આ બાબતે પોલીસએ તપાસ હાથ ધરી છે. જો કે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર એ પોતાની ફરજ અદા કરી છે. પણ આખર માનવી એ માનવતા ખોઈ દીધા ની વાત આંખે ઉડી ને વળગે છે. કારણ કે બનાસકાંઠામાં આ પહેલી ઘટના નથી. વારંવાર આવી ઘટના દિલ હચમચાવી નાખે છે.
સવાલ એ ઉભો થયો છે કે એવી તે કઈ મજબૂરી ઉભી થઇ કે નવ નવ માસ પેટમાં રાખનાર મા આટલી કેમ નિષ્ઠુર બની ગઈ ? એવી તે કઈ મજબૂરી હશે કે આ રીતે પોતાના વહાલસોયા બાળકને તરછોડવામાં આખર તૈયાર થઈ હશે ? ‘મા તે મા બીજા બધા વગડાના વા’ કહેવત પર હવે સવાલો ઉભા થયા છે જો કે સમાજમાં આવી ઓછી મહિલાઓ હોય છે કે જે મા ની મમતા ને શરમાવે છે. બાકી આ કલિયુગ છે છતાં મા ની મમતા આજે પણ અકબંધ જ છે. પણ આવી નિષ્ઠુર મહિલાઓ ક્યાંક ને ક્યાંક મા ની મમતા પર કલક લગાવી જાય છે. એક વાત અહીંયા ચોક્કસ કહી નાખીશ કે આ મા કેવી હશે કે આ રીતે બાળક ને તરછોડી દે ખુલ્લા રસ્તા પર ભગવાન ભરોસે પોતાના જ લોહીને કઈ રીતે રઝળતું મુકવાનો જીવ ચાલે. ? બાળક ને આ રીતે વગર મોત એ મારી નાખવાનો હક કોણે આપ્યો ? પોતાના સંતાન માટે દુનિયા સામે લડી લેનાર મા ભારતમાં છે. તો આ મા ની કેવી મજબૂરી હશે કે પોતાના જ બાળક ને આ રીતે તરછોડી દેવું પડે જે હોય તે પણ સભ્ય સમાજ માટે આ એક કલક છે સમાજ અને પરિવારે પણ હવે જાગૃત બનવું પડશે કઈ આમ ને આમ આવી ઘટના બનતી નથી અહીંયા તો માછલા મા પર ધોવાય છે બાકી પડદા પાછળ આવી ઘટનામાં અનેક કલાકારો હોય છે. પણ સવાલ કલાકારો પર નહિ ઉઠે સવાલ તો મા પર જ ઉઠશે કે કારણ કે મા ના તોલે કોઈ ન આવે. મા કહેતા મોઢું ભરાઈ જાય છે. માની મમતા જ એવી હોય છે કે પોતાના સંતાન માટે ગમે તેવા દુઃખ વેઠતી મા જ હોય છે અને આ એક એવી મા છે કે પોતાના વહાલસોયા બાળકને તરછોડી જતી રહેવા મજબુર બની છે. તો ક્યાંક સત્યના જોરે તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે. પણ તપાસ કોણ અને કઈ રીતે કરશે એ જ મુશ્કેલ છે.
ગુજરાત સરકારે પણ હવે કાયદા બનાવી ને છૂટી ન જવુ જોઈએ પણ કાયદા નો કડક અમલ કરાવી ને કડક સજા આપવી જોઈએ આવા ભૃણ ને તરછોડી દેતી મહિલાઓ વિશે તમામ તપાસ કરી કાનૂની સજા આપવી જરૂરી છે જેથી આવી નિર્દયી માતા ના કારણે મા ની મમતા પર ક્યારેય કલક ન લાગે પણ અહીંયા તો બિલાડી ના ગળે ધટ બાંધવા જેવી વાત છે કે બાંધશે કોણ સરકાર અને તંત્ર હવે કડક નહિ બને તો આવી ઘટના સતત બનતી જ રહેશે અને માં ની મમતા પર સવાલો ઉઠતા જ રહેશે. સાત માસ નું ભૃણ ફરી બનાસકાંઠા ના રસ્તા પર એ જ પોકાર કરી રહ્યું કે કે માં તું આટલી નિષ્ઠુર કઈ રીતે બની…?
મમતા થઈ શર્મસાર / દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું
સાબરકાંઠા / જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો
