અમદાવાદ/ કેમ CRPFના સુરક્ષા જવાનને પોલીસે જેલ પાછળ ધકેલ્યો !

અમદાવાદ એરપોર્ટ પર CISF માં ફરજ બજાવતા જવાને એક યુવતીની છેડતી કરી હતી. મહત્વની વાત તો એ છે કે આરોપી અને ફરિયાદીના પિતા એક સાથે એકજ જગ્યા નોકરી કરતા હતા.

Ahmedabad Gujarat
CRPFના

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ CRPFના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે અને જેમાં યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ કર્મચારી ઉપર આરોપ લાગી રહ્યો છે.આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર CISF માં ફરજ બજાવતા જવાને એક યુવતીની છેડતી કરી હતી. મહત્વની વાત તો એ છે કે આરોપી અને ફરિયાદીના પિતા એક સાથે એકજ જગ્યા નોકરી કરતા હતા. ફરિયાદી મૂળ બંગાળના છે અને હાલ તેમના પિતા CRPF  જયપુરમાં ફરજ બજાવે છે અને ફરિયાદી પોતાનું આગળ નું અભ્યાસ કરવા માટે ગાંધીનગર માં પ્રોસેસ કરી હતી.

ફરિયાદી BSC સુધી અભ્યાસ બાદ MSC માટે ગાંધીનગરમાં અભ્યાસ માટે અરજી કરેલ અને જે આગળની કાઉન્સિલિંગ માટે પાંચ ઓગસ્ટના રોજ બોલાવવામાં આવેલ. યુવતી પોતાની માતા સાથે અમદાવાદમાં આવી હતી અને જેથી આરોપી જે સીઆઈએસએફ માં નોકરી કરે છે તે ફરિયાદી ના પિતા સાથે પેહલા જયપુર માં હતા જેથી તેમના ઘરે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ફરિયાદી રાતે તેમના ઘરે સૂઈ રહી હતી તે સમય આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલા કરી રહ્યા હતા જેથી ફરિયાદી ઉભી ગયેલ અને બાજુમાં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ ઉઠી ગયેલ.ફરિયાદીની માતાએ આરોપીની પત્નીને કહેતા તે વાત માનેલ નહીં.જોકે ફરિયાદીને ગાંધીનગર જવા હોવા થી તે જતા રહ્યા હતા અને ત્યાર બાદ આ વાતની જાણ તેમને પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા જણાવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.પોલીસે આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:મિત્રોએ પાર્ટી કરવા માટે રૂપિયા લૂંટવાનો પ્લાન બનાવ્યો અને થઈ ગઈ હત્યા..!

આ પણ વાંચો:ઢાઢર નદીમાં મગરનો કોળિયો બન્યો યુવક, જોવા માટે ગ્રામજનો નદી કિનારે ઉમટયા

આ પણ વાંચો: ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી…