મહોરમ પર્વ/ જૂનાગઢની ચાંદીની સેજનું આવું છે ઐતિહાસિક મહત્વ, જાણીને તમને પણ લાગેશે નવાઈ

ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પડમાં આવતી હોય છે સાથે તાજીયા પણ પળમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા આવી પહોંચે છે

Dharma & Bhakti

ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મહમદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હસન હુસેન અને તેમના ૭૨ પરિવારજનો એ સત્ય અને ધર્મના યુધ્ધમાં શહીદી વહોરી હતી.  સને ૧૦ ઓકટોબર ૬૮૦ના રોજ ઈરાકના કરબલામાં આ યુધ્ધ થયું હતું. અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મહોરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે.

દેશમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જુનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે. અનેક શહેરોમાં તાજીયા પડ માં આવે છે. પરંતુ જુનાગઢના નવાબે ભેટ આપેલી  ચાંદીની સેજ પડ માં આવતા આ તહેવાર નું ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ અનેક રીતે વધી જાય છે. નવાબે આ સેજ ભેટ આપેલી અને આજે પણ આ ચાંદીની સેજ પડમાં આવ્યા બાદ શહેરના તાજીયાઓ પડમાં આવે છે.  શહેરમાં સોથી વધુ સ્થળ પર તાજીયાઓ પડમાં આવે છે.

હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ ૭૨ જેટલા પરિવારજનોના બલિદાનની યાદમાં મુસ્લિમો કોમી એકતાનો પણ સંદેશ આપે છે. જુનાગઢના સૈયદ પરિવારને વર્ષો પહેલા નવાબે ભેટ આપેલી ચાંદીની સેજ પળમાં આવતા સેજના ઓટા તરીકે ઓળખાતા વિસ્તારના ચાર ચોકમાં સાત ચક્કર લગાવે છે અને આ ચાંદીની સેજ પાછળ હિંદુ મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને સાથે ચક્કર લગાવે છે.અને પોતાની માનતા પૂરી કરે છે નવાબીકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે.

આમ શહીદોની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે ચાંદીની સેજની સાથે તાજિયાઓ પણ પઢમાં આવ્યા છે, 100કરતા વધુ સ્થળ પર તાજીયાઓ બનાવવામાં આવ્યા છે જ્યારે કોમી એકતાનું પણ આ તહેવારમાં સંદેશો ફેલાય છે. જુનાગઢ ના મુસ્લિમ અગ્રણી દાદુભાઇ દરબાર દ્વારા પણ બલોચ વાળા વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી છબીલપર ઇમામ હુસેનની યાદમાં ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે અને ગત રાત્રિના મોહરમના નવમા દિવસે રાતના તાજીયાઓ માતમ ઉપર આવ્યા હતા જ્યારે બલોચોડા વિસ્તારમાં પણ તાજીયાઓ માતમ ઉપર આવ્યા હતા.

મોહરમના તહેવારને લઈને પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જૂનાગઢના DYSP પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 3 પીઆઇ, 11 પીએસઆઇ, 108 પોલીસ કર્મી, 30 હોમગાર્ડ આશરે 225 અધિકારીઓ તથા સ્ટાફ ખડપગે અને હથિયાર ધારી એસઆરપીની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે જુદા જુદા વિસ્તારોમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત રખાયો છે.

 

ડાકોર / જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત