- વડોદરામાં ડ્રગ્સથી યુવકના મોતનો મામલો
- યુવકનો મોત પહેલાનો વીડિયો વાયરલ
- યુવક મરજીથી નશો કરતો હોવાનો વીડિયો
- મૃતક વિવેક કરણનો સ્ફોટક વીડિયો વાયરલ
- ડ્રગ્સ પોતે લાવ્યો અને લેતો હોવાની કબુલાત
વડોદરામાં ડ્રગ્સથી યુવકના મોતનો મામલો સામે આવ્યો છે.યુવકનો મોત પહેલાનો વીડિયો વાયરલ થયો છે. યુવક મરજીથી નશો કરતો હોવાનો આ વીડિયો છે.મૃતક વિવેક કરણનો સ્ફોટક વીડિયો વાયરલ થયો છે. યુવકે ડ્રગ્સ પોતે લાવ્યો હોવાની અને લેતો હોવાની કબુલાત કરી છે. યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડતા પણ રોકાયો, જેથી અમે પોતાની સેફટી માટે વીડિયો બનાવ્યો, તેમ કૈલાસ ઉર્ફે પરિન ભંડારીએ જણાવ્યું હતું.
આ મામલે સમા પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને આ મામલાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે હજી સુધી એ ચોક્કસ જાણવા નથી મળ્યું કે યુવકનુ મોત કયા કારણોસર થયુ છે. યુવકના મોતનુ ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનો પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બલજીત રાવત ગુનેગાર છે અને આ પહેલા પણ તેની સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીમ ભંડારી સામે ગુના નોંધાયા છે. સમાં પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ. જાણકારોના મત મુજબ ચિત્તા ડ્રગ્સ ફટકડી જેવા સ્ફટિકના સ્વરૂપમાં આવે છે. ચરસ – ગાંજો તેમજ એમ.ડી દ્રગ્સ વચ્ચે ની કેટેગરી માં ચિત્તા ડ્રગ્સ આવે છે.
આ પણ વાંચો:કંગના રનૌતને થયો ડેન્ગ્યુ, આરામ કરવાને બદલે ફિલ્મના સેટ પર કરી રહી છે મહેનત
આ પણ વાંચો: ‘ભલ્લાલદેવ’ એ છોડ્યું સોશિયલ મીડિયા, લગ્નની બીજી એનિવર્સરી પર તમામ પોસ્ટ કરી ડિલીટ
આ પણ વાંચો: લોકપ્રિય મરાઠી અભિનેતા પ્રદીપ પટવર્ધનનું નિધન, 52 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
