રક્ષાબંધન/ પાટણ : NSSના સ્વયંસેવકોએ  પોલીસ  કર્મચારીઓ સાથે રક્ષાબંધનની કરી ઉજવણી 

ડી.વાય.એસ.પી, અને પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહીત દરેક પોલીસ કર્મીઓએ ખૂબ સારો  પ્રતિભાવ આપ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ આચાર્યના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ના સ્વયં સેવકો  દ્વારા સફળતા પૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others

પાટણ ખાતે આજ રોજ સરકારી ઇજનેરી કોલેજ સ્થિત કાર્યરત “એન.એસ.એસ.” યુનિટ ના સ્વયં સેવકો દ્વારા પાટણ જિલ્લાના પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષાબંધનની હર્ષ-ભેર ઉજવણી કરાઈ.એન.એસ.એસ.” યુનિટ ના સ્વયં સેવકો દ્વારા પાટણ જિલ્લાના પોલીસ કર્મચારીઓ જેમ કે ટ્રાફિક પોલીસ, પોલીસ સ્ટેશન  તથા એસ.પી. કચેરીના તમામ કર્મીઓ તેમજ સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા તમામ ચોકીદાર કર્મીને રાખડી બાંધી રક્ષબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમજ ડી.વાય.એસ.પી, અને પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહીત દરેક પોલીસ કર્મીઓએ ખૂબ સારો  પ્રતિભાવ આપ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ આચાર્યના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ના સ્વયં સેવકો  દ્વારા સફળતા પૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

on-the-occasion-of-rakshabandhan-the-police-personnel-of-savli-police-station-tied-rakhi

વડોદરા

જ્યારે સાવલી કે જે વિદ્યા મંદિરની બાળાઓ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સાવલી પોલીસ મથક ના પોલીસ કર્મચારી ઓ ને રાખડી બાંધી ને રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. સાવલી કે જે વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ના તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને ત્રિરંગો અર્પણ કરીને દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગારીયાધાર

રાજકોટ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા જિલ્લાના વિવિધ કચેરીઓ ખાતે જઈને રાખડી બાંધવામાં આવે છે. આ અન્વયે બ્રહ્માકુમારી સંસ્થાની આ બહેનો દ્વારા આજે ગારીયાધારના પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારીની બહેનો દ્વારા પોલીસ સ્ટેશનના કર્મીઓને રક્ષા બાંધીને પરમાત્માનો સંદેશ દરેક આત્મા શોધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.