અમદાવાદ/ જુહાપુરામાં પાંચ લાખની ખંડણી માટે વેપારીને જાનથી મારવાની ધમકી, વેપારીના ઘરે કરાઈ તોડફોડ

જુહાપુરામાં રહેતા વેપારીને તેના જ મિત્રએ પૈસાની જરૂર હોવાનું કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી  હતી.

Ahmedabad Gujarat
જુહાપુરામાં

જુહાપુરામાં રહેતા વેપારીને તેના જ મિત્રએ પૈસાની જરૂર હોવાનું કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી  હતી. આટલી મોટી રકમ ન હોવાનું કહીને પૈસા આપવાનો ઇન્કાર કરતા આરોપીએ તેના અન્ય સાથીદારો સાથે વેપારીના ઘરે જઈને તોડફોડ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. 3 અજાણ્યા શખ્સો સહિત છ જણા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

આ બનાવની વિગત મુજબ પુરાના સંકલિત નગરમાં 40 વર્ષીય ઝાકીર હુસેન એચ શેખ તેની પત્ની બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે રહે છે. જાકીર હુસેન જુહાપુરામાં શેખ સ્વીટ નામની મીઠાઈની દુકાન ધરાવે છે. તેના મિત્ર સરફરાજ ઊર્ફે કિટલીના લીધે તેના નાનાભાઈ અઝહર ઉર્ફે કિટલીને ઝાકીર હુસેન ઓળખતો હતો. જેમાં ઝાકીર હુસેન અને અઝહર કીટલી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. દરમિયાન 30 જુલાઈના રોજ ઝાકીર હુસેનને અઝહર કિટલીએ ફોન કરીને અમારે જામીન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની જરૂર છે મારા ઘરે મોકલાવી દેજે તેમ કહ્યું હતું.

ઝાકીર હુસેને આટલી મોટી રકમ મારી પાસે ન હોવાનું કહીને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ અઝહર કીટલીએ 3 થી 5 ઓગસ્ટ 2022 દરમિયાન પાંચ ફોન વખત કરીને પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાન એક અજાણ્યા યુવકે ઝાકીર હુસેનની દુકાને જઈને તેના ફોનથી અઝહર કીટલી સાથે વાત કરાવી હતી.

જેમાં અઝહર કીટલીએ 5 લાખ રૂપિયાની આપે તો સારા ભાઈઓના હાથ પગ તોડી જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. એટલું જ નહીં કીટલીએ ઝાકીર હુસેનને 10 મિનિટમાં તું મારા માણસોને મળવા અંબર ટાવર નહીં આવે તો તારા ઘરે આવીને તારા ઘરના સભ્યોને જોઈ લેશે એવી ધમકી આપી હતી. આંથી ઝાકીર હુસેનએ ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ 12 ઓગસ્ટ ના રોજ રાત્રે અઝહર કબૂતરનો ભાઈ બીજા ત્રણેક માણસો લાકડીઓ અને છરીઓ લઈને ઝાકીર હુસેનના ઘરે આવ્યા હતા. તેમણે ઘર બહાર ઉભા રહીને ની બસ ગાળો બોલીને દરવાજા પર ડંડા મારીને નુકસાન કર્યું હતું તથા બહાર લગાવેલા એસીના કમ્પ્રેશરને લાકડી મારીને  તોડી નાખ્યું હતું. તુ બહાર નીકળ આજે તો તને પતાવી નાખવાનો છે કહીને આ શખ્સો ત્યાંથી રવાના થઈ ગયા હતા.આ અંગે  ઝાકીરના ભાભી આમેમાબાનુંએ ફોન કરીને ઝાકીરને જાણ કરી હતી.

આ અંગે ઝાકીર હુસેનએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અઝહર કીટલી, અઝહર કબૂતર અને 3 અજાણ્યા શકસો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:પહેલગામમાં 39 જવાનોને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત, રાહત-બચાવ ચાલુ

આ પણ વાંચો:ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી

આ પણ વાંચો:ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો