Gandhinagar News/ અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ, આ કારણે શપથ ગ્રહણ સમારોહમાં નહીં આપે હાજરી

બિહાર પ્રવાસને કારણે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે

Gujarat Gandhinagar

Gandhinagar News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ બિહાર પ્રવાસને કારણે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે. આવતીકાલે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવવા જઇ રહી છે ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના હતા જોકે તેમણે પ્રવાસ રદ કર્યો છે. તેઓ બિહાર પ્રવાસને કારણે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે.

ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેનું ચિત્ર આવતીકાલે 17 ઓક્ટોબર 2025ના રોજ સ્પષ્ટ થઈ જશે. નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ બેઠક પણ મળે તેવી સંભાવના છે. નવા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પૂર જોશમાં ચાલી રહી છે. કેટલાક ધારાસભ્યોને નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, આવતીકાલે તેમને શપથ માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની પણ માહિતી આપી હોવાનું કહેવાય રહ્યું છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાયા બાદ જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ શકે છે. ખાતાની ફાળવણી બાદ મોટાભાગના નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે જ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ