Surendranagar News : ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર હોવાછતા તેમના સાંસદનું કોઈ સાંભળતું ન હોવાનું સામે આવી રહ્યું છે. અધિકારીઓ સાંસદને ગાંઠતા ન હોવાનું ઘણી વાર બન્યું છે. પરંતુ હોસ્પિટલનો સ્ટાફ પણ સાંસદને ગાંઠે નહી ત્યારે હદ થઈ કહેવાય. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાએ સિવિલ હોસ્પિટલની ઓછિંતી મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમની સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ચંદુ શિહોરા સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા ત્યારે સ્ટાફ જ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સ્ટાફના આ પ્રકારના વર્તનથી શિહોરા લાલઘૂમ થઈ ગયા હતા.સ્ટાફ દ્વારા સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શુ કરી લેવાના છે તેવા શબ્દો સ્ટાફ દ્વારા બોલવામાં આવતા સાંસદ ચંદુ શિહરા રોષે ભરાયા હતા. જોકે બાદમાં સાંસદે સ્ટાફનો ઉધડો લઈ નાંખ્યો હતો.
તે સિવાય તેમના દ્વારા સ્ટાફ સામે ભરવા સુચના પણ અપાઈ હતી. આમ જો હોસ્પિટલનો સ્ટાફ જ સાંસદને ગણકારતો ન હોય તો સામાન્ય માણસ સાથે કેવુ વર્તન કરવામાં આવતું હશે તે સમજી શકાય છે. આમ આ મામલે હવે યોગ્ય પગલા લેવાય તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો: વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગર્જયા, ‘ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવાનું બંધ કરો’
આ પણ વાંચો: 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં, 3 હજારથી વધુ ડેલિગેટ્સ રહેશે હાજર
આ પણ વાંચો: કોંગ્રેસને જો મારી જરીર ન હોય તો …હવે કંઈપણ કરવાનું મન બનાવી લીધું છે શશી થરૂરે : હાઈકમાન્ડને મોકલાયો સંદેશ
