Accident/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત

અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે.

Top Stories Gujarat
  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત
  • અક્સ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત
  • રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો અક્સ્માત
  • અમદાવાદ થી વડોદરા જઈ રહેલ કારનો અક્સ્માત
  • બે મહિલા , પુરુષ અને અઢી વર્ષની બાળકીના મોત
  • તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી

 અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે  પર ગમખ્વાર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. આ અકસ્માતમાં  બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો મોત નિપજ્યું છે, મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે. અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ભરૂચ ખાતે પરિવારના એક સભ્યને અકસ્માત નડ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈને તેની ખબર અતંર પૂછવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પરિવારને પણ નડિયાદમાં  અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રોડની બાજુમાં ઊભેલા એક કન્ટેનર સાથે કારની ટક્કર થઈ હતી. જેમાં તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.