વડોદરા/ ગેરકાયદેસર ઢોરવાડા તોડવાથી રખડતા ઢોરની સમસ્યાથી છૂટકારો મળશે ?

વડોદરામાં ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવાને મામલે મોટા ભાગના ઢોરવાડા માલિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે રખડતા ઢોરને પગલે કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી.

Top Stories Gujarat Vadodara

ગુજરાત રાજયમાં રખડતાં ઢોર એક મોટો પ્રશ્ન બની ગયો છે. રખડતાં ઢોર રોડ પીઆર રીતસર જાણે યમરાજ ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં રખડતા ધોરણે કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે. અને આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે. તંત્ર પણ હવે રખડતા ઢોર સામે કડક પગલાં લેવા સૂચનો કરી રહ્યું છે. ત્યારે વડોદરા ખાતે ગેરકાયદેસર આવેલા ઢોરવાડા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવાને મામલે મોટા ભાગના ઢોરવાડા માલિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે રખડતા ઢોરને પગલે કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ત્યાર બાદ તંત્ર એક્શન મોડમમાં આવી ગયું છે. અને રખડતા ઢોર અને ઢોરવાડાને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે ઢોરવાડાના માલિકોમાં ક્યાંકને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે.

વડોદરામાં રખડતા ઢોર બાદ ઢોરવાડા તોડી પાડવા માટે મહાનગર સેવા સદનનું અર્થતંત્ર અને વહીવટી તંત્ર એક સાથે જાણે કામે લાગ્યું છે 48 કલાકમાં 17 જેટલા ઢોર વાળા તોડવામાં આવ્યા.

રખડતા ઢોરના કારણે સમગ્ર રાજ્યમાં બનતી આકસ્મિક ઘટનાઓમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે વડોદરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ લાવવા માટે હાઇકોર્ટની ટકોર બાદ વહીવટ તંત્ર એક્શનમાં આવ્યું છે મહત્વનું છે કે શહેરમાં મુખ્ય માર્ગે ઉપર દબાણ સાથે ઉભા કરાયેલા ઢોરવાડ અને તોડી પાડવા માટે વડોદરા મહાનગર સેવાસદની દબાણ શાખા દ્વારા પણ જીસીબી ની મદદ થી દબાણમાં બાંધેલા આ ઢોરવાડાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીને લઈને ઢોરવાડાના માલિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો

એક તરફ વડોદરામાં વધી રહેલા રખડતા ઢોરના આતંકને લઈને હાઇકોર્ટની ટકોરના પગલે થયેલી કામગીરીને લઈ લે ઢોરવડાના માલિકો નારાજ દેખાયા છે તેવામાં આજે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે દબાણમાં બાંધેલા ઢોરવાડા તોડી પાડવા માટે દબાણ શાખા ના અધિકારીઓ સહિત વોર્ડ ના અધિકારીઓ જેસીબી ની મદદથી આ દબાણ ખસેડાય હતા અને પોલીસની ટીમ સાથે પહોંચ્યા હતા.