Rajkot/ મામલતદાર કચેરીના ડ્રાઇવરના ખાતામાં અનેક વિધવાઓની સહાયની રકમ જમા, લાખો રૂપિયાના કૌભાંડ થયું હોવાની શંકા

મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાના લાભાર્થી મહીલાઓના ખાતામાં જમા થતી રકમના ડેટા સાથે ચેડા કરી સરકાર માંથી આવતી સહાય પોતાના સગા સંબંધી ઓના ખાતામાં જમા કરાવી હતી.

Top Stories Gujarat

ઉના પંથકની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર જાણે કે ઘર કરી ગયેલ હોય તેમ સરકારી ઓફીસમાં પૈસા વગર કામ થતા ન હોવાની વ્યાપક ફરીયાદો સામે આવતી રહે છે. ત્યાંજ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાના લાભાર્થી વિધવા મહીલાઓના ખાતામાં જમા થતી રકમના ડેટા સાથે ચેડા કરી સરકાર માંથી આવતી સહાય પોતાના સગા સંબંધી ઓના ખાતામાં જમા કરાવી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું કોંભાડ બહાર આવ્યું છે.  ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્વારા આ બાબતની મહીલા અને બાળવિકાસ તેમજ ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ બાબતે તટસ્થ અને ન્યાયીક તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા પણ માંગણી કરી છે.

ઉના પંથકમાં એક અંદાજ મુજબ ૭ હજારથી વધુ વિધવા સહાય યોજનાના લાભાર્થી ઓની સંખ્યા હોય અને આ વિધવા મહીલાને સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહીલા ઓને આર્થિક સહાય સીધીજ લાભાર્થીનો બેંક ખાતામાં આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. અને આ રકમ લાભાર્થીઓના ખાતામાં જ જમા થતી હોય છે. પરંતુ ઊના મામલતદાર ઓફીસમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઓપરેટ આ વિધવા સહાય યોજનાનું ટેબલ સંભાળતો હોય અને છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતો હોવાથી વિધવા સહાય યોજનાની સંપૂર્ણ વિગત ઓફીસના અધિકારી કરતા વધુ જાણકારી આ ઓપરેટરને વધારે હોય છે. આ ઓપરેટર મામલતદાર કચેરીના સ્ટાફમાંથી જાણવા મળેલ હોય આ ઓપરેટર દ્વારા આ વિધવા મહીલાના બેંક એકાઉન્ટના ડેટા બદલાવી નાખ્યા હતા.  ધારાસભ્ય વંશે કરેલ રજુઆતમાં જણાવ્યુ હતું.  અને આ ઓપરેટર લાભાર્થી મહીલાને બદલે મળતિયા ઓના બેંક ખાતા નંબર અને વિગતો બદલી નાખી હતી.

સૌથી ચોકાવનારી વાત તો એ છેકે ઉના મામલતદારના ડ્રાઇવરના ખાતામાં એક કરતા વધુ લાભાર્થીની રકમ જમા થઇ છે. તે સીવાય કર્મચારીઓના સંબંધીઓના ખાતામાં પણ આવી રકમ જમા થતી હોવાનું સામે આવ્યુ છે.  આમ આ કોંભાડની સંપૂર્ણપણે અને ન્યાયીક તપાસ થાય તો આ કોંભાડ હજુ પણ મોટો આંકડો પાર  કરી શકે છે.  વિધવા સહાય યોજનાના સાત હજારથી વધુ ખાતા હોય આ તમામ ખાતાની તપાસ કરવા હાલ મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. ત્યારે આ કોંભાડ કેટલા સમયથી ચાલતુ હશે તે પણ તપાસનો વિષય છે. અને આ કોંભાડ મામલતદાર કચેરીમાં જ થતુ હતું. અને આ કૌભાંડથી અધિકારી અજાણ હોય તે પણ અનેક સવાલ ઉભા થયા છે.

મારા ડોક્યુમેન્ટનો ગેર ઉપયોગ કર્યો છે : ડ્રાઇવર
આ સમગ્ર બાબતે મામલતદારના ડ્રાઇવર ભીમાભાઇ મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે મારો કોન્ટ્રાક્ટર રીન્યુ કરવા માટે ઓપરેટરને ડોક્યુમેન્ટ આપ્યા હતા. અને એ ડોક્યુમેન્ટનો ઓપરેટરે ગેર ઉપયોગ કર્યો અને મારા ખાતામાં રૂ. ૨૭ હજારથી વધુ રકમ આવી હોય અને આ અંગેની જાણ મે સાહેબને કરી પણ આપેલ છે.

આ ઉચાપતનું કોંભાડ હોય જવાબદાર સામે પગલા ક્યારે ભરાશે :મામલતદાર

આ કોંભાડ અધિકારીની નજર સમક્ષ બન્યુ હોય અને અધિકારી અંધારામાં હોય ત્યારે આ પ્રકરણ ઉચાપતનું હોય અને જવાબદાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે તેવું મામલતદારે જણાવેલ હતું.

ચાર લાભાર્થીઓના ખાતામાંથી રૂ.૧ લાખ વધુનું કોંભાડ બહાર આવ્યુ

આ સમગ્ર પ્રકરણમાં ચાર લાભાર્થીઓના ખાતામાંથી રૂ.૧ લાખથી વધુનું કોંભાડ બહાર આવ્યુ છે. ત્યારે હજુ બીજા ખાતાનું મામલતદાર દ્રારા ઝીણવટભરી તપાસ શરૂ હોય વધુ કોંભાડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી..

 લાભાર્થીઓને હવે સહાયની રકમ કોણ ચુકવશે…?

હાલ રૂ. ૧ લાખથી વધુનું કોંભાડ બહાર આવ્યુ છે. ત્યારે સવાલ એ છેકે સરકારે સહાય ચુકવી લાભાર્થીઓને અને આવા ઓપરેટ મળતીયાઓના ખાતામાં ત્યારે હવે લાભાર્થીઓને સહાય કેવી રીતે ચુકવાશે. તે પણ એક સવાલ છે…