રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ રહે છે. ત્યારે પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મ્ચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી રહે છે. ત્યારે ડોક્ટર અને દર્દી બંને માટે હાલત કફોળી બની જાય છે. સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દી નારાયણ ને તકલીફ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં સિવિલ હોસ્પિ.નો દ્વારા દર્દીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી હોસ્પીટલમાં સરવર લેવા માટે આવતા દર્દીઓએ રિપોર્ટ બતાવવામાં રાહ જોવી નહીં પડે. સિવિલની કેસ બારી 2.30 થી 4.00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ઓપીડી પણ સાંજે 3:00 થી 5:00 ખુલ્લી રહેશે. નેશનલ હેલ્થ સાથેની બેઠકમાં હોસ્પિટલ સત્તાધીશોએ દ્વારા દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે નોધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યની વિવિધ હોપિટલોમાં વાઇરલ તાવ અને મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. અને રાજયની મોટાભાગની હોસ્પિટલોમાં લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે હોસ્પિટલ સત્તાધીશોનો આ નિર્ણય દર્દીઓને પડતી હાલાકી માં થી રાહત અપાવશે.
