હાલમાં લંપી વાઇરસ ગૌમાતામાં પ્રસરી રહ્યો છે ત્યારે કેશોદ વિસ્તારમાં ગાયોમાં પણ જોવા મળી રહ્યો છે. જ્યારે હરહંમેશ ભણતરની સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવતી અને બાળકોમાં પણ મેનેજમેન્ટના પાઠ શીખે તે માટે સ્કૂલ હંમેશા કાર્ય કરે છે. આ ઇનોવેટીવ વર્કમાં બાળકોએ પોતાના પોકેટ મની ના પૈસામાંથી 101 કિલો આયુર્વેદિક લાડવા બનાવ્યા હતા. અને ગાયોને ખવડાવ્યા હતા.

આ કાર્યની પ્રેરણા સ્કૂલના સંચાલક સમીર કણસાગરા એ આપી હતી. સંચાલકે વધુમાં ઉમેર્યું કે બાળકને સ્કૂલમાં રોબોટ બનાવવામાં આવતા નથી. બાળક અત્યારથી જ ભણતરની સાથે સામાજિક મૂલ્યો પણ શીખે તે માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાની બચતમાંથી ફાળો કરેલ અને કોમર્સના વિદ્યાર્થીઓએ એક આબેહૂબ મેનેજમેન્ટનો પાઠ આ વર્કશોપમાં શીખવવા માં આવ્યા છે. આ તકે શાળાના શિક્ષકશ્રીઓ પણ તેમની સાથે જોડાઈને સમાજમાં એક પ્રેરણા પૂરી પડેલ છે.
