- આણંદઃ માનપુરા ગામેથી ઝડપાઇ દારૂની મહેફિલ
- ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાંથી ઝડપાઇ મહેફિલ
- બર્થડે પાર્ટી આડમાં દારૂની મહેફિલ કરતા હતા
- પોલીસે 15 યુવકો-10 યુવતીઓને ઝડપી પાડી
- આંકલાવ પોલીસ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
- તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી
ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવારનવાર જાહેરમાં લીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં દારૂ પીવો જાણે હવે ફેશન બની ગઈ છે. અવારનવાર દારૂની પાર્ટી અથવા મહેફિલ યોજાતી ઝડપાય છે. તો આવી દારૂની મહેફિલમાં હવે તો યુવાવર્ગના યુવાનની સાથે યુવતીઓ પણ હોંશે હોંશે ભાગ લેતી થઇ છે.
આણંદ ના માનપુરા ગામેથી આવી જ એક દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. વડોદરાના યુવાનો દ્વારા કોઈ મહિલા મિત્રની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ઉચ્ચ વર્ગના યુવક અને યુવતીઓ જોડાયા હતા. જ્યાં બર્થડે પરતીની આડમાં દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી.
માનપુરના ગ્રીન ટોન ફાર્મ ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બર્થડે પાર્ટી ની આડમાં દારૂની મહેફિલ માણતા 15 જેટલા યુવકો અને 10 જેટલી યુવતીઓને આંકલાવ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. ઝડપાયેલા તમામ 25 યુવક યુવતીઓ વડોદરાના રહેવાઈ હોવાનું સામે આવ્યું છે. તો ઘટના સ્થળે થી દારૂની 10 જેટલી બોટલ પણ મળી આવી હતી. પોલીસે પ્રોહીબિશનનો ગુનો લાગુ કરી આગળની કાર્યવાહી કરી છે.
જાયે તો જાયે કહાં/ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં દમ ઘૂંટાય છે! ટિકિટની રાહ જુએ છે,મળે તો ભાજપ નહીં તો ફરી ઘરવાપસી કરવાના ફિરાક માં….