Transfer/ ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર, 113 PIની બદલીના આદેશ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે

Top Stories Gujarat
  • પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત્
  • 113 PIની બદલીના આદેશ
  • DGP કચેરીએ બદલીના કર્યા આદેશ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે. અમદાવાદ સહિતના રાજ્યના 113 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે.

નોંધનીય છે કે કે અગાઉ પણ મોટા પાયે પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટી કારણસર પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. હવે ફરી એક વખત બદલીનો દોર યથાવત છે.