Not Set/ સુરત/ કોરોનાના કારણે વધુ 1 નું મોત, એક જ દિવસમાં 2 લોકોએ ગુમાવ્યો જીવ

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા 15 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 13 નવા કેસ જ્યારે સુરત ગ્રામીણમાં 2 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 594એ પહોંચી ગઈ છે જ્યારે સુરત ગ્રામીણમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 28એ પહોંચી ગઈ છે. જ્યારે 25 લોકોના મોત […]

Gujarat Surat

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા 15 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 13 નવા કેસ જ્યારે સુરત ગ્રામીણમાં 2 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 594એ પહોંચી ગઈ છે જ્યારે સુરત ગ્રામીણમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 28એ પહોંચી ગઈ છે. જ્યારે 25 લોકોના મોત થયા અને અત્યાર સુધીમાં 57 લોકોએ કોરોનાને માત આપી છે.

આપને જણાવી દઈએ કે કોરોનાના કારણે વધુ એક દર્દીનો મોત થયું છે. શહેરમાં એક જ દિવસમાં 2 દર્દીઓના મોત નીપજ્ય છે.

ગુજરાત સરકારે આપેલ માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 313 નવા કેસ નોંધાયા છે અને વધુ 17 લોકોના મોત થયા છે. જ્યારે આજે 86 દર્દીઓએ કોરાના ભરડામાંથી બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 214 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.