રાજ્યમાં લોકડાઉન દરમિયાન કેટલીક જગ્યાએથી આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કેસ સુરતના વરાછાથી સામે અહીં એક આવ્યો છે. રત્નકલાકારને પિતાએ ઠપકો આપ્યા બાદ તાપી નદીમાં મોત છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે.આ દરમિયાન આજે કાપોદ્રા ફાયર બ્રિગેડે નદીમાંથી તેની લાશ કાઢી હતી
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અજય કાંતિભાઈ ધોળકિયા સુરતના કાપોદ્રામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.આ દરમિયાન અજયે પ્રેમિકાને મળવા માટે જવા ઘરની બહાર નીકળવાનું બહાનું કર્યુ હતું. જો કે, પિતાએ લોકડાઉન ચાલું હોવાથી બહાર જવાની ના પાડતા તેને લાગી આવતા બાદ તાપી નદીમાં મોત છલાંગ લગાવીને મોતનને વ્હાલું કર્યું હતું.
આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવ્યા જવાનોએ પાણીમાં તરીને દોરીથી બાંધી અજય ધોળકિયાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી.
કાપોદ્રા પોલીસે આ મામલે જણાવ્યું કે અજયે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી હતી અને તેમાં યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી આપી હતી. પોલીસ અજયની લાશનું પોસ્ટમોર્ટ કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
