Not Set/ શું તમે જાણો છો ગુજરાતનાં એક એવા જિલ્લા વિશે જ્યા કોરોનાથી નથી થયુ એકપણ મોત? : સુત્ર

માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ સમર્ગ વિશ્વ હાલ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. જો આંકડાની વાત કરવામાં આવે તો ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં સતત કોરોના વાયરસના આંકડાઓ વધી રહ્યા છે. ત્યારે લોકો કોરોના વાયરસથી બચવા માટેનાં અનેકો ઉપાયો કરી રહ્યા છે. Covid-19 નાં નિયમોનું પાલન કરી રહ્યા છે. તેમ છતા વધુ પ્રમાણમાં લોકો […]

Gujarat Others

માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સમર્ગ વિશ્વ હાલ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. જો આંકડાની વાત કરવામાં આવે તો ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં સતત કોરોના વાયરસના આંકડાઓ વધી રહ્યા છે. ત્યારે લોકો કોરોના વાયરસથી બચવા માટેનાં અનેકો ઉપાયો કરી રહ્યા છે. Covid-19 નાં નિયમોનું પાલન કરી રહ્યા છે. તેમ છતા વધુ પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. પરંતુ ગુજરાતનો એક જિલ્લો એવો પણ છે કે જ્યાં હજી સુધી કોરોનાનાં વધુ કેસ નોંધાયા નથી. અહી હજી સુધી એક પણ કોરોનાનાં કારણે મોત પણ નીપજ્યું નથી. જી હા આ વાત છે ડાંગ જિલ્લાની કે જ્યાં અદિવાસી પ્રજાતિ વસવાટ કરે છે અને જ્યા સાક્ષરતાનો પણ અભાવ છે. તો આજે અમે તમામ સવાલોનાં જવાબો આપીને જણાવીશું આ ખાસ અહેવાલ. કયા કારણે ડાંગ જિલ્લામાં કોરોનાના કેસ નથી ?

ગુજરાતનો સૌથી પછાત જિલ્લો કે જ્યાં તમામ સુવિધાઓનો પણ અભાવ છે અને શિક્ષણનો પણ અભાવ છે ત્યાંના લોકો ઘણા લોકોને કોરોના શું છે તેની પણ માહિતી નથી તો કોરોના વાયરસથી બચવા કેવા પગલા લેવા તે સમજવું તો દુરની વાત રહી. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે આવા પ્રકારની પરિસ્થિમાં પણ ડાંગ જિલ્લામાં ગણ્યા ગાંઠ્યા કોરોના વાયરસનાં કેસો જોવા મળ્યા છે અને આજ સુધી કોરોનાથી મોત પણ નોંધાયા નથી. અત્યાર સુધી ડાંગ જિલ્લામાં 130 થી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. તેમાંથી 121 કેસો રિકવર પણ થઈ ગયા છે. મહાનગરોની બરબરીમાં ડાંગ જિલ્લામાં વસતા લોકો કુદરતની નજીક રહે છે. જ્યારે મહાનગરોમાં લોકો પ્રદૂષણમાં રહે છે. ડાંગમાં પોપ્યુલેશન પણ નહિવત છે. જ્યારે મહાનગરોમાં પોપ્યુલેશન 10 હજાર લોકો પર સ્ક્વેર મિટરમાં વસે છે જ્યારે ડાંગમાં વસ્તી ગીચતા નહિવત છે. જેના કારણે સોશીયલ ડિસ્ટનસનું પાલન ડાંગમાં કુદરતી રીતે થતું જોવા મળે છે.

બીજી તરફ તેઓ શહેરી જીવન શૈલીથી દુર રહે છે. જો ડાંગ જિલ્લાનાં લોકોનાં ખોરાકની વાત કરીએ તો તે સાદું ભોજન જમે છે. કુદરતી રીતે શાકભાજી અને ફળ ફળાદી, દૂધ છાસનો પણ વધુ ઉપયોગ કરે છે. મહાનગરોની જેમ ફાસ્ટ ફૂડથી દુર રહે છે. સાદું ભોજન અને સિમ્પલ જીવન શૈલીનાં કારણે પણ તેમની મહાનગરોનાં લોકોની સરખામણીમાં ઇમ્યુનિટી સ્ટ્રોગ જોવા મળી છે. બીજી તરફ સવારે વહેલા ઉઠવાનું અને રાત્રે પણ સમયસર સુઈ જતા આ લોકો સાદું જીવન જીવે છે. શિક્ષણનો અભાવ હોવાથી ડાંગનાં લોકો આપણા પ્રાચીન વિધાન અને આયુર્વેદ ગ્રંથ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે જેના કારણે મામુલી તાવ આવતા પણ આ લોકો આયુર્વેદ ઉપચાર કરે છે, જ્યારે એલોપેથી દવાઓથી દૂર રહે છે. એટલે કે કહી શકાય કે ત્યાંના લોકો આયુર્વેદિક ઉપચારનો સહારો લઈને રોગોથી બચે છે. બીજી તરફ અહીનાં લોકો નથી સેનેતરાઇઝરનો ઉપયોગ કરતા કે નથી ઇમ્યુનિટી સ્ટ્રોગ કરવાની દવાઓ લેતા તેમ છતા કોરોનાથી આ લોકો દૂર છે. ડાંગનાં લોકો આયુર્વેદનો ઉપયોગ, પ્રદૂષણથી દૂર, પ્રકૃતિનાં ખોળામાં, સાદું ભોજન, સાદી જીવન શૈલી તેમને હજી સુધી કોરોનાથી બચાવીને રાખ્યા છે. એટલે કે ડાંગ જિલ્લો કોરોના મુક્ત કહી શકાય તેમજ સમર્ગ વિશ્વમાં કોરોના કાળમાં ડાંગ જિલ્લો સારું ઉદાહરણ બન્યો છે.

શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો

એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…