ગુજરાતમાં છેલ્લા આઠ મહિનાઓથી રોજબરોજ સ્વામીનારાયણ પંથના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે ,આ વીડિયોમાં તેઓ હિન્દુ ધર્મ પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે.જેના લીધે સનાતની ધર્મમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલનો સિલસિલો યથાવત રિત ચાલું છે જેના અંતર્ગત આ નિવેદનો બદલ સ્વામીનારાયણના સ્વામીઓ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મામલે બાવળના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા હિતેષ એસ જાદવ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા જાણી જોઈને હિન્દુ દેવી – દેવતાઓનું અપમાન કરી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ આ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોંધવા અમદાવાદ ગ્રામ્યના એસપી સાહેબ ને લેખિત મા ફરિયાદ આપી છે.

આ લેખિત ફરિયાદમાં હિતેષભાઇએ ઉલ્લેખ કર્યો છે કે હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા જાહેર મંચ પરથી સનાતન ધર્મના દેવી – દેવતાઓનું અવાર નવાર અપમાન કરી રહ્યા છે. અને તેમના સંપ્રદાયને મોટો બતાવવા હિંદુ દેવી દેવતાઓને નીચા અને દાસ બતાવવાનો પ્રયત્ન કરીને સમાજમાં વૈમન્સ્ય ફેલાવી રહ્યા છે. જેના કારણે હિંદુ સમાજના લોકોની લાગણીઓને ખુબ જ ઠેસ પોહેચેલ છે. અને આ કહેવાતા પાખંડી સાધુઓ ભક્તિનો ડોળ કરીને હિંદુ ધર્મના દેવી દેવતાઓનું ખુલ્લે આમ મનફાવે તેમ અપમાન કરી રહ્યા છે. અને કહેવાતી હિંદુવાદી સરકાર અને કહેવાતા હિંદુવાદી સંગઠનો મુક પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે. પરંતુ હું સનાતન ધર્મના દેવી દેવતાઓમાં ખુબ જ આસ્થા રાખુ છુ. અને આ સ્વામીનારાયણ સંપ્રદાયના પાખંડ કરતા સાધુઓના નિવેદનથી મારી ધાર્મિક લાગણી આહત થઈ છે. અને જેથી આ લોકો વિરૂધ્ધ ભારતીય કાયદા મુજબ ફરીયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. હિન્દુ દેવી – દેવતાઓનું અપમાન કરતા રહેશે. અને જેના કારણે સમાજ પર ખુબ જ ખરાબ પ્રત્યાઘાતો પડશે. જેથી ઉપરોકત જણાવેલ લોકો વિરૂધ્ધ ભારતીય દંડ સહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા આપશ્રીને મારી આ લેખિત ફરીયાદ છે.
