#BoycottTrend/ બોયકોટ કરેલી બોલીવૂડની ફિલ્મો વધુ હીટ થાય છે…..?

બોલીવૂડ અનેક ફિલ્મો છે જેનો વિરોધ કરવામાં આવ્યો હોય અને તેનાથી તેને ફાયદો થયો હોય. જેમ કે ‘પદ્માવત’ દીપિકા પાદૂકોણ અને શાહિદ કપૂરની ફિલ્મની આ ફિલ્મનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી…જો હાલની ફિલ્મોની વાત કરવામાં આવે તો બ્રહ્માસ્ત્રનો પણ ખુબ વિરોધ થયો તેમ છતાં પણ આ ફિલ્મ પહેલા વીકમાં જ 100 કરોડ ક્લબ માં સામેંલ થઇ ગઈ છે.

Mantavya Exclusive
બોલીવૂડ બોયકોટ

બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયની એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ‘બોયકોટ’ જયારે પણ કોઈ ફિલ્મ કે વેબસીરીઝ રિલીઝ થવાની હોય ત્યારે આ શબ્દ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગે છે. આમિર ખાન, શાહરુખ ખાન રણબીર અને આલિયા ભટ્ટની ફિલ્મોને બોયકોટ કરવાની માગ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત બોલીવૂડ બોયકોટની માંગ  ઉઠી રહી છે. પરંતુ શું તમે જાણો છે કે બોયકોટ એટલે શું તેના થી કોને ફાયદો થાય છે…જો ના તો આજે અમે આપને  બોયકોટ વિશે જણાવી શું કે બોયકોટ એટલે શું…તો આવો જાણીએ….

આજ કાલ આ શબ્દથી તેમે અજાણ નહીં હોવ કોઈ પણ વસ્તુ, અભિનેતા કે અભિનેત્રીની ફિલ્મ આવે વેબસીરીઝ આવે કે પછી તેમના ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે કે તરત જ ટ્રોલર્સ તેનો વિરોધ કરીને સોશિયલ મીડિયા પર તેને બોયકોટ (બહિષ્કાર) કરવા લાગે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એ તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ આટલા લાંબા ગાળામાં એવો કોઈ તબક્કો ક્યારેય આવ્યો નથી કે જ્યારે આવા વિરોધ અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હોય, જે આજકાલ થઈ રહ્યો છે. જે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર શરૂ થયેલ છે. ઘણી મોટી ફિલ્મો આ અભિયાનનો શિકાર બની છે. બોલીવૂડમાં Boycott ની બોક્સ ઓફિસ પર ઊંડી અસર થવા લાગી છે. એક પછી એક મોટા બજેટની ફિલ્મોના માર બાદ હવે બોલિવૂડના ફિલ્મમેકર્સ ડરી ગયા છે.

બોયકોટ એટલે સામાન્ય રીતે નૈતિક, સામાજિક, રાજકીય અથવા પર્યાવરણીય કારણોસર, વિરોધની અભિવ્યક્તિ તરીકે વ્યક્તિ, સંસ્થા અથવા દેશના ઉપયોગથી સ્વૈચ્છિક અને ઇરાદાપૂર્વક ત્યાગનું કાર્ય. બહિષ્કારનો હેતુ અમુક આર્થિક નુકસાન અથવા નૈતિક આક્રોશનું કારણ બનીને વાંધાજનક વર્તનને બળપૂર્વક બદલવાનો પ્રયાસ છે. પરંતુ આજકાલ બોયકોટ (બહિષ્કાર) શબ્દ બોલીવૂડમાં વધુ ચર્ચાનો વિષય છે.

જો હાલ ફિલ્મોના બજેટ અને કલેક્શન પર નજર કરીએ તો આ વર્ષે જ બોલિવૂડને 1500 થી 2000 કરોડનું નુકસાન થયું છે.આ વર્ષે એવી આશા હતી કે, ઘણી મેગા બજેટ ફિલ્મો રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસની હાલત સુધરશે, પરંતુ જે રીતે બોલિવૂડથી નારાજ લોકોએ હિન્દી ફિલ્મોનો બહિષ્કાર કર્યો છે, ઘણા ફિલ્મમેકર્સ હવે તેમની આગામી ફિલ્મોને હોલ્ડ પર મૂકી રહ્યા છે. આટલું જ નહીં કેટલાક મેકર્સે પોતાની ફિલ્મોને કાયમ માટે હોલ્ડ પર મૂકી દીધી છે.

જાણો ક્યારેથી ટ્રેન્ડ થઇ રહ્યો છે બોયકોટ

બોયકોટ શબ્દનો પહેલા પણ ઉપયોગ થતો હતો પણ જ્યારેથી સોશિયલ મીડિયામાં આ શબ્દ આવ્યો ત્યારથી તે લોકોમાં વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. આ શબ્દ બોલીવૂડમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવૂડ સ્ટાર્સ, ફિલ્મો અને સમગ્ર ઈન્ડસ્ટ્રીના બહિષ્કારનો મુદ્દો સૌથી વધુ ગરમાયો હતો. આ હેશટેગ દિવસેને દિવસે ટ્રેન્ડ થતો ગયો અને ઘણા સ્ટાર્સ, સ્ટારકિડ્સ અને તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવ્યો. આ કારણે સ્ટારકિડ્સની ઘણી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. સુશાંતના અવસાન બાદથી ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

બોલીવડમાં બોયકોટનો કોને ફાયદો?

બોલીવડના વિરોધનો સૌથી વધુ ફાયદો કોને થઈ રહ્યો છે? જવાબ મળશે સાઉથની ફિલ્મો અને હોલીવુડ ફિલ્મો. આખરે એવું કેવી રીતે થયું…..કહેવાય છે કે, બોલીવૂડના મેકર્સ પાસે નવી વાર્તાનો દુકાળ છે એ વાત સાચી, પણ પછી ‘અનેક’  નવી ફિલ્મ કેવી રીતે પીટાઈ ગઈ. જો ‘રનવે 34’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડની રિમેક છે અને તેથી તેનો બહિષ્કાર કરવો જોઈએ, તો ‘દ્રશ્યમ’ જેવી ફિલ્મનું શું, જેનું દક્ષિણમાં જ બે વખત રિમેક કરવામાં આવ્યું છે. બાકીની વાત છોડો, એક જમાનામાં રજનીકાંતની ડૂબતી ફિલ્મી કારકિર્દીને અમિતાભ બચ્ચનની 11 ફિલ્મોની રિમેક દ્વારા પુનઃજીવિત કરવામાં આવ્યું હતું. બોલિવૂડની ફિલ્મોના બહિષ્કારની માંગ એ મુદ્દે પણ છે કે ભત્રીજાવાદ છે, જો આવું છે તો ચિરંજીવીથી લઈને અલ્લુ અર્જુન અને રામ ચરણથી લઈને મહેશ બાબુ અને જુનિયર એનટીઆર સુધી તમિલ ફિલ્મોમાં બધા એક જ પરિવાર કેમ નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બોલીવૂડમાં ભત્રિજાવાદ ચાલી રહ્યું છે. હિંદી ફિલ્મો પાસે પોતાનું કોઈ જ કન્ટેન નથી તેનો સાઉથ અને હોલીવૂડનું કન્ટેન હિન્દીમાં લોકોને પીરસી રહ્યા છે….ક્યાંકેને ક્યાંક આ પણ એક કારણ છે કે બોલીવૂડ ફિલ્મોને બોયકોટ  કરવામા આવી રહી છે. ફિલ્મોના બહિષ્કારની ઝુંબેશથી વ્યથિત, ફિલ્મ સ્ટાર્સ પ્રેક્ષકોને આમ ન કરવાની અપીલ કરી રહ્યા છે કારણ કે તે માત્ર તે ફિલ્મને જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે….

પાકિસ્તાન પ્રેમી બોલિવૂડ

લોકોનું માનવું છે કે હાલનું બોલીવૂડ, પાકિસ્તાન પ્રેમી છે, હિન્દુ અને ભારત વિરોધી, ભારતીય સંસ્કૃતિ વિરોધી, પરિવારવાદને પ્રોત્સાહન આપે છે, મહિલાઓનું અપમાન કરે છે, પ્રેક્ષકો અને હિન્દુઓની મજાક ઉડાવે છે, તેથી તેઓ હવે સાથે મળીને તેનો બહિષ્કાર કરશે. સાથે જ હિન્દુત્વ, ધર્મ-સંસ્કૃતિ અને દેશનું નામ ઉન્નત કરવા માટે જે કોઈ ફિલ્મ બનાવશે તેને દર્શકો પૂરો સાથ આપશે. દર્શકો કહે છે કે હવે એ જ ફિલ્મ હિટ થશે, જે દેશભક્તિ અને ધર્મ અને સંસ્કૃતિને જગાડશે. અહીં અમે તમને કેટલાક લોકોની પ્રતિક્રિયા આપી રહ્યા છીએ, જેના કારણે #boycottbollywoodforever બોલીવૂડનો બોયકોટ ચાલી રહ્યો છે.

હાલ નજર કરીએ કે અત્યાર સુશી કઈ ફિલ્મોને બોયકોટ કરવાની માગ ઉઠી છે તો તેમાં લીલા ભણસાલીની ફિલ્મોને બોયકોટ કરવાની વધુ માગ ઉઠી છે. તેનું કારણ ક્યાંકને ક્યાંક ધર્મ અને હિન્દૂ પરંપરા પર બનાવામાં આવતી ફિલ્મો છે…..આ પછી આમિર ખાનની લાલા સિંહ ચડ્ડા, અક્ષય કુમારનું પુથ્વીરાજ, રણબીર અને આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ને બોયકોટ કરવાની માગ ઉઠી હતી..

બોયકોટથી માત્ર નુકસાન જ નથી થતું ક્યારે થાય છે ફાયદો….

બોલીવૂડ અનેક ફિલ્મો છે જેનો વિરોધ કરવામાં આવ્યો હોય અને તેનાથી તેને ફાયદો થયો હોય. જેમ કે ‘પદ્માવત’ દીપિકા પાદૂકોણ અને શાહિદ કપૂરની ફિલ્મની આ ફિલ્મનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી…જો હાલની ફિલ્મોની વાત કરવામાં આવે તો બ્રહ્માસ્ત્રનો પણ ખુબ વિરોધ થયો તેમ છતાં પણ આ ફિલ્મ પહેલા વીકમાં જ 100 કરોડ ક્લબ માં સામેંલ થઇ ગઈ છે.

જૂની ફિલ્મોને પણ બનાવી રહ્યા છે ટાર્ગેટ…

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર જૂની ફિલ્મોનો બહિષ્કાર પણ જોવા મળી રહ્યો છે. શોલેથી લઈને સુહાગ સુધીના કેટલાક ટ્વિટ જોવા મળ્યા છે જ્યાં નિશાન બનાવવામાં આવ્યા છે. આવા જ એક ટ્વીટમાં શોલે અને સુહાગનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, ‘હિન્દુ ફોબિયા 1970થી જ ફિલ્મોમાં શરૂ થયો હતો. પહેલી તસવીર શોલેની હતી જે જાવેદ અખ્તરે લખી હતી, બીજી તસવીર સુહાગની હતી જે કાદર ખાને લખી હતી. બંને મોટી હિટ સાબિત થઈ. તે જ સમયે, ચિત્રો દ્વારા બતાવવામાં આવ્યું હતું કે શોલેમાં ગામના રહીમ કાકા ખૂબ સારા માણસ છે. બીજી તરફ, સુહાગમાં અમજદ ખાન અને અન્ય કલાકારોને સાધુઓના વેશમાં બતાવવામાં આવ્યા છે જેઓ ફિલ્મમાં ગુનેગાર બન્યા હતા. આ સાથે કેપ્શનમાં #Hinduphobic_Bollywood પણ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:રાજ્યની બે યુની.ના વિધાર્થીઓને મળશે ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક

આ પણ વાંચો:કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર આ કારણથી લગાવવામાં આવ્યો પ્રતિબંધ,જાણો

આ પણ વાંચો:યુક્રેનમાં જોવા મળ્યું ‘એલિયન શિપ’, શું રશિયાનું કોઈ ષડયંત્ર છે ?