Not Set/ દેશમાં વિનાશ સર્જનારો ડેલ્ટા વેરિઅન્ટ હવે વધુ જોખમી ડેલ્ટા+ વેરિઅન્ટમા ફેરવાયો

કોરોનાની બીજી લહેરમાં દેશમાં વિનાશ સર્જાનારા ડેલ્ટા વેરિઅન્ટ હવે વધુ જોખમી ડેલ્ટા+ વેરિઅન્ટમાં ફેરવાઈ ગયો છે.

Mantavya Exclusive

કોરોનાની બીજી લહેરમાં દેશમાં વિનાશ સર્જાનારા ડેલ્ટા વેરિઅન્ટ હવે વધુ જોખમી ડેલ્ટા+ વેરિઅન્ટમાં ફેરવાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને ડર છે કે કોરોના દર્દીઓને આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ આ વેરિઅન્ટ પર કોઇ અસર કરી શકે તેમ નથી. આ અહેવાલ વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ આપ્યો છે. જણાવી દઇએ કે, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મે મહિનાની શરૂઆતમાં દેશમાં સંકટનાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

રાજકીય સંગ્રામ / ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિત્રતા ખુબ વધી છે : કેજરીવાલ

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુકેની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) નાં અનુસાર ડેલ્ટા વેરિઅન્ટનાં 63 જીનોમ નવા K417N મ્યૂટેશનની સાથે સામે આવ્યા છે. PHE અનુસાર ડેલ્ટા વેરિઅન્ટમાં પરિવર્તનની નિયમિત તપાસ દરમ્યાન ડેલ્ટા+ ની શોધ થઈ છે. કોવિડ વેરિઅન્ટ્સ પર PHE ની લેટેસ્ટ રિપોર્ટ મુજબ ભારમાં 7 જૂન સુધી ડેલ્ટા+ વેરિઅન્ટનાં 6 કેસ સામે આવી ચુક્યા હતા. દિલ્હીની જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટનાં ડો.વિનોદ સ્કારિયા કહે છે કે K417N મ્યૂટેશન અંગેની મોટી ચિંતા એ છે કે તે એન્ટિબોડી કોકટેલ માટે પ્રતિરોધક છે. જો કે, તે એમ પણ કહે છે કે, ભારતમાં K417N મ્યૂટેશનની આવૃત્તિ ખૂબ વધારે નથી.

મોટા સમાચાર / અદાણી ગ્રૂપને 43,500 કરોડ રૂપિયાનો આંચકો, વિદેશી ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ

મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ કાસિરિવિમૈબ અને ઇમદેવિમાબથી બનેલું છે. આ ફાર્મા કંપની સિપ્લા અને રોશ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. ભારતમાં, તેને કોરોના ઉપચાર માટે મે મહિનામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. યુએસ અને ઇયુમાં ઇમરજન્સી ઉપયોગ માટે પૂરા પાડવામાં આવેલા આંકડાનાં આધારે તેને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) તરફથી મંજૂરી મળી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…