ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ ‘હિજાબ’ને(Hijab) લઈને ગુસ્સો વધી ગયો છે. શેરીઓ સળગાવવામાં આવી રહી છે. કારોને આગ લગાડવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનોને આગ લગાડવામાં આવી રહી છે. વિરોધ દરમિયાન મહિલાઓ પણ હિજાબ(Hijab) સળગાવી રહી છે. પોલીસ કસ્ટડીમાં (police custody) અમીનીના મોત બાદ દેશભરમાં ગુસ્સાની આગ ફાટી નીકળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 50 શહેરો વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહ્યા છે. જ્યાં આખું તેહરાન(tehran) ‘હિજાબ’ વિરુદ્ધ એક થઈ ગયું છે, તો બીજી તરફ ઈરાન(Iran)ના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ એક ઈન્ટરવ્યુમાં માત્ર એટલા માટે હાજર થવાનો ઈન્કાર કરી દીધો કારણ કે મહિલા ન્યૂઝ એન્કર ‘હિજાબ’ પહેરવાના તેમના સૂચનને સ્વીકાર્યું ન હતું.
વાસ્તવમાં, રાયસીનો ઇન્ટરવ્યુ અમેરિકામાં અનુભવી મહિલા ન્યૂઝ એન્કર સાથે નક્કી કરવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થવાનો હતો. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમનો સીએનએનના ક્રિશ્ચિયન અમનપોર દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો હતો, જે ઈરાની વંશના છે. જો કે, છેલ્લી ક્ષણે રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે બ્રિટિશ-ઇરાની પત્રકાર ક્રિશ્ચિયન માથું ઢાંકવા માટે સંમત ન હતા. ટ્વીટર પર આ વાતનો ખુલાસો કરતાં ક્રિશ્ચિયને કહ્યું કે, ‘કેટલાક અઠવાડિયાના આયોજન, આઠ કલાકની લાઇટિંગ, કેમેરા અને અનુવાદના સાધનો પછી અમે બધા તૈયાર હતા, પરંતુ ઇન્ટરવ્યુની માત્ર 40 મિનિટ પહેલાં જ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમના એક સહાયક આવ્યા તેણે મને કહ્યું કે રાષ્ટ્રપતિ મને હેડસ્કાર્ફ પહેરવાનું કહ્યું કારણ કે મોહરમ અને સફરનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે.
યુએનજીએ માટે એનવાયની મુલાકાત દરમિયાન, યુએસની ધરતી પર રાષ્ટ્રપતિ રાયસીનો આ પ્રથમ ઇન્ટરવ્યુ હશે. અઠવાડિયાના આયોજન અને અનુવાદના સાધનો, લાઇટ અને કેમેરા ગોઠવ્યાના આઠ કલાક પછી, અમે તૈયાર હતા. પરંતુ રાષ્ટ્રપતિ રાયસીના કોઈ સંકેત નથી.
Protests are sweeping Iran & women are burning their hijabs after the death last week of Mahsa Amini, following her arrest by the “morality police”. Human rights groups say at least 8 have been killed. Last night, I planned to ask President Raisi about all this and much more. 1/7
— Christiane Amanpour (@amanpour) September 22, 2022
‘કોઈ રાષ્ટ્રપતિએ આવું કહ્યું નથી’
અમનપુરે વધુમાં કહ્યું, ‘મેં નમ્રતાપૂર્વક આમ કરવાની ના પાડી. અમે ન્યૂયોર્કમાં છીએ, જ્યાં હેડસ્કાર્ફ પર કોઈ કાયદો કે પરંપરા નથી. મેં તેમને (સહાયક) કહ્યું કે ઈરાનની બહારના ઈન્ટરવ્યુમાં ઈરાનના કોઈ પણ રાષ્ટ્રપતિએ તેમને ક્યારેય હેડસ્કાર્ફ પહેરવાનું કહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં રાયસીનો આ પહેલો ઈન્ટરવ્યુ હતો, જે થઈ શક્યો નહીં. તમને જણાવી દઈએ કે ઈરાનમાં દેખાવોની શરૂઆત દેશની નૈતિકતા પોલીસ દ્વારા કડક રીતે લાગુ કરાયેલ ડ્રેસ કોડના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરાયેલી યુવતી મહેસા અમીનીના મૃત્યુ પરના આક્રોશનું પરિણામ છે.
આ પ્રદર્શનમાં 10થી વધુ લોકોના મોત થયા હતા
અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુનાઈટેડ નેશન્સે અમીનીના મોતની આકરી નિંદા કરી છે. પોલીસનું કહેવું છે કે તેણીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેના પરિવારજનોએ આ અંગે શંકા વ્યક્ત કરી છે. સ્વતંત્ર યુએન નિષ્ણાતોએ ગુરુવારે જણાવ્યું હતું કે અહેવાલો દર્શાવે છે કે નૈતિકતા પોલીસે પુરાવા આપ્યા વિના તેને ખરાબ રીતે માર્યો હતો. તેમણે દોષિતોને જવાબદાર ઠેરવવા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. દેશભરમાં ફેલાયેલા દેખાવોમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
