national games/ પીવી સિંધુએ અજમાવ્યો હીરા ઘસવાની ઘંટી પર હાથ, જુઓ VIDEO

36મી નેશનલ ગેમ્સનું આયોજન લાંબા સમય બાદ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં બેડમિન્ટનની સ્પર્ધા આજથી શરૂ થઈ છે. ત્યારે બે વખતની ઓલિમ્પિય ચેમ્પિયન પીવી સિંધુના હસ્તે બેડમિન્ટન ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

Top Stories Sports

બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ હીરા ઘસવાની ઘંટી પર હાથ અજમાવ્યો હતો અને હીરા કલાકારો પાસેથી હીરા ઘસવાની ટેકનિક જાણી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીવી સિંધુ હીરા ઘસવાની ઘંટી પર બેઠી છે અને તેની આસપાસ કલાકારો તેને હીરા ઘસવાની ટેકનિક વિશે માહિતી આપી રહ્યા છે.

પીવી સિંધુએ ટી-શર્ટનું અનાવરણ કર્યું હતું. આજે મિક્સ ટીમ ઇવેન્ટ યોજાય હતી. જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વાર મેડલ નિશ્ચિત કર્યો છે જેથી ગુજરાત ટીમ સહિત એસોસિએશને પણ ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે. મિક્સ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનો શાનદાર પરફોર્મન્સ રહ્યો છે. ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરતા ઉત્તરાખંડની ટીમને હરાવી હતી. ઉતરાખંડની ટીમ મજબૂત હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ અપસેટ સર્જવામાં સફળતા મેળવી હતી.