મહેમદાવાદમાં કબીર એજ્યુકેશન ટ્ર્સ્ટ સંચાલિત ઇકરા લિટલ ફલાવર સ્કૂલ દ્વારા સમય અંતરાલે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે.આ લિટલ ફલાવર સ્કૂલમાં વિધાર્થીઓની ખાસ દેખરેખ રાખવામાં આવે છે, અહીંયા વિધાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઇને આરોગ્ય કેમ્પનું આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે. ગઇકાલે ફરી એકવાર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ ચેકઅપ તથા દાંતની તપાસ કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 150 વિધાર્થીઓએ ભાગ લીધો હતો,આ વિધાર્થીઓની જનરલ તપાસ માનવ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડો.આસીફ વહોરાએ કર્યું હતું,જયારે વિધાર્થીઓના ડેન્ટલ ચેકઅપ સુઝાન સમીર મલેકે દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડેન્ટલ ચેકઅપ કર્યા બાદ સુઝન મલેકે તમામ વિધાર્થીઓેને દાંતની સાર સંભાળ કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને વિધાર્થીઓને દાંતના જાળવણી અંગેનું જ્ઞાન પુરૂ પાડ્યું હતું.કબીર એજયુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી તથા શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
