Gang rape/ મહેસાણામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના,કામ આપવાને બહાને 3 ઇસમોએ ભેગા મળી આચર્યું દુષ્કર્મ

મહેસાણામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી છે આ અંગેની જાણ પીડિત યુવતીએ પોલીસમાં કરી હતી,પોલીસે ફરિયાદ નોંધી સત્વરે કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat
  • મહેસાણામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના
  • કામ આપવાના બહાને યુવતી સાથે ગેંગરેપ
  • ઊંઝાના ભાખર ગામે બની ઘટના
  • સિદ્ધપુરના એક ગામની યુવતી સાથે ગેંગરેપ
  • ત્રણ ઈસમોએ ભેગા મળી કર્યો ગેંગરેપ
  • યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ

મહેસાણામાં દુષ્કર્મ અંગેના મોટા સામાચાર સામે આવ્યા છે. મહેસાણામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી છે આ અંગેની જાણ પીડિત યુવતીએ પોલીસમાં કરી હતી,પોલીસે ફરિયાદ નોંધી સત્વરે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણાના ઉંઝાના ભાખર ગામે  આ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ દુષ્ક્રર્મમાં ત્રણ ઇસમો સામેલ હતા. સિદ્વપુરના એક ગામની યુવતી સાથે આ ઘટના ઘટી હતી. આ યુવતીને કામ આપવાના બહાને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.  આ અંગેની પીડિત યુવતીએ તમામ ઇસમો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ પીડિતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે હાલ યુવતીનું કાઉન્સલિંગ કરીને હિમત પુરી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.