Haraminala in Kutch/ કચ્છના હરામીનાળામાંથી BSFએ બે પાકિસ્તાની માછીમારોને પકડયા

આઠ દિવસ પહેલા કચ્છ સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી

Top Stories Gujarat
  • કચ્છના હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા
  • BSFએ હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા
  • માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા
  • બીએસએફ જવાનોએ બંનેની ધરપકડ કરી
  • પાકિસ્તાનીઓ માછીમાર હોવાની પ્રાથમિક વિગતો
  • મરીન પોલીસ દ્રારા બંન્નેની સઘન પુછપરછ શરૂ

કચ્છના હરામીનાળા પાસેથી બે પાકિસ્તાનીઓ પકડાયો છે, BSFએ આ બે પાકિસ્તાનીઓને પકડી પાડ્યા હતા. આ પાકિસ્તાનની સરહદ માંથી ભારતની જળસીમા ઓળગીને ભારતમાં પ્રવેશ કર્યો હતો.BSFએ પેટ્રોલિંગ દરમિયાન  આ બંને પાકિસ્તાનીઓને પકડ્યા  હતા. આ બંનેની ધરપકડ કર્યા બાદ સઘન પુછપરછ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં  પાકિસ્તાની માછીમાર હોવાનું બહાર આવ્યું છે. હાલ મરીન પોલીસ દ્વારા તેમની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આઠ દિવસ પહેલા કચ્છ સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી જોકે માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા