આગામી ગુજરાત વિધાનસભાને લઈને રાજ્યની દરેક બેઠકોમાં રાજકીય ગરમાવો તેજ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો રાજ્ય તેમજ વિધાનસભા મુજબની રણનીતિ બનાવીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેતનભાઈ ઈનામદારે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટને 41 હજાર 633 મતોથી હરાવ્યા હતા.
વર્ષ 2020માં સાવલી વિધાનસભામાં રસપ્રદ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જેનું કારણ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું ધારાસભ્ય પદેથી રાજીનામું મૂક્યું હતું. જોકે, જીતુ વાઘાણી અને નીતિન પટેલની મધ્યસ્થી બાદ અને તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી મળતાં તેમણે રાજીનામું પાછું ખેંચ્યું હતું. કેતન ઇનામદારે તેમના રાજીનામા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બે વર્ષ પહેલા જ્યારે કેતન ઇનામદાર ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રથી નારાજ થઈ અને રાજીનામું આપી ચૂક્યા હતા તે સમયે તેમની માંગણીઓમા મુખ્ય માંગણી ઇએસઆઇ હોસ્પિટલ ની હતી, ત્યારે સાવલી એ જીઆઇડીસી વિસ્તાર હોય મજૂર અને કામદાર લોકોના આરોગ્ય લક્ષી બાબતોને સરકારી સુવિધા મળે તે માટે ઇએસઆઇ હોસ્પિટલની માંગ કરાઇ હતી જે હજુ સુધી પુરી થઇ નથી,તેવામાં કહી શકાય કે રાજકીય ગતિવિધિઓ પક્ષની અદલા બદલી અને સત્તા પક્ષના આંતરિક રાજકારણ ના વિવાદો વચ્ચે આજે પણ મોટી સંખ્યામાં જીઆઇડીસી માં કામ કરતા મજૂર કામદારો માટેની આ હોસ્પિટલની મુખ્ય જરૂરિયાતથી આ વિસ્તારના સામાન્ય કામદાર પરિવારો વંચિત છે.
આ ઉપરાંત હાલમાં પણ કેતન ઇનામદાર પોતાના નિવેદનોને લઈ ચર્ચા માં છે. તેમણે એક જાહેર કાર્યક્રમમાં પોતાના વિસ્તારના બાઇક સવારો માટે દાવો કર્યો હતો કે સાવલીનો વાહન ચાલક રાજ્યના કોઈપણ જિલ્લામાં જાય તો માત્ર સાવલીના કેતન ઇનામદારના વિસ્તારમાંથી આવું છું એટલું કહેતા જ વગર લાયસન્સ એ પણ વાહન ચલાવી શકો છો એ પ્રકારની વાતો કરી હતી. પરંતુ સાવલી જિલ્લા ટ્રાફિક દ્વારા 50 જેટલા મોટરસાયકલ ડિટેઇન કરટા મામલો બીચક્યો હતો. મોટરસાયકલના ચાલકોના પોતાના મોટરસાયકલ પાસે મળેલા મેમા એટલે કે દંડની પાવતી સાથે ફોટા પડાવી મેમાની રકમ ભરપાઈ કરી ડિટેન કરાયેલા મોટર સાયકલ છોડાવવામાં આવ્યા હતા.
કેતન ઇનામદાર વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ માટે ચૂંટાયા છે. જો કે આ વખતે તેમની ટિકિટ પણ કપાઈ શકે છે તેવી ચર્ચા રાજકીય ગલિયારામાં ચાલી રહી છે. તો બીજી બાજુ છેલ્લા કેટલાય સમયથી ભાજપમાંથી ટિકિટ નહીં મળવાથી નારાજ કુલદીપસિંહ પણ કોંગ્રેસમાં જોડાય છે. અને તેમની સાથે તેમના અનેક સમર્થકો પણ ભાજપમાં જોડાય છે. અને કોંગ્રેસે તેમણે ટિકિટ આપવાનું વચન પણ આપ્યું છે. આવી સ્થિતિમાં ભજપ ગમે તેને ટિકિટ આપે પણ ટક્કર તો ભાજપના જ કાર્યકર્તા સાથે થશે.
જાણો શું છે વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકનું ચૂંટણી સમીકરણ
2012ની ચૂંટણીમાં પણ કેતનભાઈ આ બેઠક પરથી જીત્યા હતા. તેમને 62 હજાર મત મળ્યા હતા, જ્યારે તેમનાથી હારેલા કોંગ્રેસના ખુમાનસિંહ ચૌહાણને 42 હજાર મત મળ્યા હતા. જો આપણે 1990 થી અત્યાર સુધીની ચૂંટણીઓ પર નજર કરીએ તો કોંગ્રેસ ત્રણ વખત અને ભાજપે એક વખત જીત મેળવી છે. જ્યારે બે વખત અન્ય પક્ષોને સફળતા મળી છે. 2007માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ખુમાનસિંહને સફળતા મળી હતી, જ્યારે ભાજપના ઇનામદાર જીગરકુમાર ચૂંટણી હારી ગયા હતા. જીગરકુમારને 47 હજાર વોટ મળ્યા, જ્યારે ચૌહાણને 53 હજારથી વધુ વોટ મળ્યા.
