ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, હિમાચલ પ્રદેશ પછી બધાની નજર ગુજરાતના ઇલેક્શનની તારીખ પર છે. કોઇ કહે છે આગામી સપ્તાહમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થશે તો કોઇ કહે છે દિવાળી પછી. આ બધાની વચ્ચે રાજ્યમાં ઇલેક્શનની તારીખને લઇને લોકોની કુતુહલતા વધતી જાય છે. જ્યારે બીજી બાજુ આ વખતે ગુજરાતની ચૂંટણીના ત્રીપાંખીયા જંગને લઇને પણ ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ થતો પરંતુ આ વખતે તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં જોશ સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ કહેવાય છે ને કે ઘણીવાર જોશ જોશમાં હોશ ખોઇ બેસાય છે. આમ આદમી પાર્ટી પણ કઇંક એવું જ કરી રહી છે. પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં જે ભૂલો કોંગ્રેસે કરી હતી તે હવે આમ આદમી પાર્ટી કરી રહી છે.
કેજરીવાલ પાછળ ઘકેલાઈ રહ્યા છે
આમ આદમી પાર્ટી છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં પૂરા જોશ સાથે પ્રચાર કરી રહી છે. રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીના નક્શે કદમ પરચાલીને બેકટુ બેક ગુજરાત પ્રવાસ કરીને લોકોને લોભામણી લાલચ આપી રહ્યાં છે. પરંતુ પોતાનો પ્રચાર કરતાકરતા આપના નેતાઓ ભાન ભૂલીને બફાટ કરી રહ્યા છે. તાજેતરમં જ આપના ગુજરાત અધ્યક્ષના ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં તેમના દ્વારા કરવામાં આવેલી વાતો પ્રમાણે રાજકીય લોકો તેને આત્મઘાતી બતાવી રહ્યા છે. જેના કારણ કેજરીવાલ પાછળ ઘકેલાઈ રહ્યા છે. અને ભાજપને આ વાતનો ફાયદો થઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષોથી ભાજપનુ શાસન
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ ઇલેક્શન નથી લડી રહી. આ પહેલા 2017માં પણ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી હતી. ત્યારે આપના 30 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા તેમાંથી લગભગ દરેકની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. આપને સૌથી છોટા ઉદેપુરમાં 4,500 વોટ મળ્યા હતા. આ સાથે ભાજપને 99 બેઠકો પર વિજય મળી હતી અને કોંગ્રેસના 77 ઉમેદવારોની જીત થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષોથી ભાજપનુ શાસન છે. દરેક વખતે ભાજપની સામે ટક્કરમા ફક્ત કોંગ્રેસ જ હોય છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. થોડા સમય પહેલા જ આપે પંજાબમાં ઐતિહાસિક જીત મેળવી છે. જેથી પાર્ટીને ગુજરાતમાં ચૂંટણી જીતવાની આશા જાગી છે. જેને પગલે આપ ગુજરાતમાં મહેનત કરી રહી છે. પરંતુ સાથે જ અનેક ભૂલ પણ કરે છે.
ઇટાલિયાનો બફાટ, ભાજપને બેનિફીટ
તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાએ મોદીની માતા વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. ઈટાલિયાએ પ્રધાનમંત્રી મોદી માટે વિવાદિત ભાષાનો પ્રયોગ કર્યો છે. મોદીની માતા હિરાબા માટે પણ અપશબ્ધોનો પ્રયોગ કર્યા છે. એક સપ્તાહમાં ઈટાલિયાના ત્રણ વીડિયો સામે આવ્યા છે, જેથી તેઓ વિવાદમાં આવ્યા છે. ત્રીજા વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ મંદિર અને કથાઓને શોષણનુ સ્થાન બતાવતા મહિલાઓેને ત્યા ન જવા માટેની સહાલ આપી હતી. ઇટાલિયાની આ વાત ગુજરાતીઓના ગળે નથી ઉતરતી. તો ભાજપ પક્ષ આ મુદ્દાને લઇને આપને ઘેરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ કમિશન ઓફ વુમને તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યુ હતુ કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતો વીડિયા વાયરલ કર્યો છે. જેમા મહિલાઓનું પણ અપમાન કર્યું છે. આમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે. તે જેન્ડર બાયસ્ડ અને ઘણાં જ શરમજનક, નિંદનીય છે. જેથી મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને સમન મોકલ્યા હતા. બુધવારે કમિશનરની ઓફિસમાં બબાલ કરવા માટે દિલ્હી પોલીસે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસની ભૂલનું પુનરાવર્તન
કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે વડાપ્રધાન પર આવી જ ટિપ્પણી કરી હતી. જેમ હવે AAP નેતા ઈટાલીએ કર્યું છે. ગુજરાત સ્થિત રાજકીય વિશ્લેષક પવન સિંધીએ જણાવ્યું હતું કે, “ગોપાલ ઇટાલિયાએ પીએમ મોદી માટે અપશબ્દો બોલ્યા અને પછી તેમની માતા વિશે પણ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. જે આમ આદમી પાર્ટીની સૌથી મોટી ભૂલ છે. હવે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવશે. તમારી માતાની ટીકા કરવી એ આમ આદમી પાર્ટીની સૌથી મોટી ભૂલ છે.
ઇટાલિયાની ભૂલ પાર્ટીને ભારે પડશે
નોંધનીય છે કે 2017માં અય્યરે આવી ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનો છેલ્લો દિવસનો પ્રચાર થઈ રહ્યો હતો. તે વખતે અય્યરની ટિપ્પણીને પ્રધાનમંત્રીના જાતીગત અપમાનમાં જોડવામાં આવી હતી. તે વખતે ઘણા નિષ્ણાતો માનતા હતા કે અય્યરની આ ટિપ્પણીના કારણે કોંગ્રેસને ભારે નુકશાન થશે અને આખરે એમ જ બન્યું. તે સમયે કોંગ્રેસની હાર થઈ. ગોપાલ ઈટાલિયાના નિવેદન પર આપે પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે, આ વીડિયો આપ નેતા ગોપાલ ઈટાલિયાનો જ છે પરંતુ એ જ્યારે પાર્ટીનો ભાગ નહોતા ત્યારનો છે. પાર્ટીના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, ઈટાલિયા પાટીદાર આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે, અને પટેલ સમુદાયમાંથી આવે છે, માટે ભાજપ તેમને નિશાન બનવી રહી છે.
ઇટાલિયાના વીડિયો સામે આવ્યા પછી પાર્ટી ભલે બીજી રીતે વાતને વળાંક આપી રહી હોય પરંતુ નિષ્ણાંતોન મતે એટલુ તો નક્કી જ છે કે કેજરીવાલે કરેલી બે મહિનાના પ્રચાર પર ઇટાલિયાની ભાષણબાજીએ પાણી ફેળવી તોળ્યું છે. હશે..હવે તો આવા નિવેદનો અને આક્ષેપબાજી સામે આવતી જ રહેશે પરંતુ જોવાનું તો એ રહ્યું કે ખરેખર આપની દશા પણ કોંગ્રેસ જેવી જ થશે કે પછી…
