ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ગયા છે ત્યારે તમામ રાજ્કીય પક્ષો રણનીતિ બનાવીને ચૂંટણી જીતવા કામે લાગી ગઇ છે, ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી અને NCP પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષો સક્રીય જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. આ મામલે કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા. બેઠક બાદ હવે ગઠબંધન કેવી રીતે થશે તે પણ મહત્વનું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીએ 12 બેઠકોની માંગ કોંગ્રેસ પાસે કરી છે, આ મામલે કોંગ્રેસે કોઇ નિવેદન આપ્યું નથી પણ એવું માનવમાં આવે છે કે કોંગ્રેસ અનેસીપીને પાંચ બેઠકો આપી શકે છે.
