Ahmedabad Metro/ દિવાળીમાં અમદાવાદ મેટ્રોમાં જબરજસ્ત ધસારોઃ દર પંદર મિનિટે દોડાવવી પડી

દિવાળીના તહેવારોમાં મેટ્રોમાં જબરજસ્ત ધસારો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે મેટ્રોને જબરજસ્ત સફળતા મળી છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાને એક મહિનો છે ત્યારે તેને અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
  • મેટ્રોની આવક મહિનો પૂરો થયા પહેલા એક કરોડને વટાવી ગઈ
  • મેટ્રોની આવક આગામી સમયમાં માસિક ધોરણે મહિને બે કરોડ થઈ શકે
  • નવા કોરિડોર તૈયાર કરાય તો પ્રજાની સુખાકારી અને મેટ્રોની આવક પણ વધી શકે
  • એકલા ઇસ્ટવેસ્ટ કોરિડોરની આવક જ મહિનો પૂરો થતાં પૂર્વે એક કરોડને વટાવી ગઈ

દિવાળીના તહેવારોમાં મેટ્રોમાં જબરજસ્ત ધસારો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે મેટ્રોને જબરજસ્ત સફળતા મળી છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાને એક મહિનો છે ત્યારે તેને અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી એમ બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાના 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને અમદાવાદીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને શનિ-રવિ પેસેન્જરોનો રસ વધુ જોવા મળી રહ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જે કોરિડોર પર પેસેન્જરોનો ટ્રાફિક વધુ હોય તો તે મુજબ ફ્રિકવન્સી વધારી રહી છે. ટ્રાફિક વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30ના બદલે દર 15 મિનિટે મેટ્રો દોડાવાઈ હતી. દિવાળીની રજાઓમાં મુસાફરોનો રસ જે કોરિડોરમાં વધુ વધશે તો દર 30 મિનિટને બદલે 15 મિનિટે મેટ્રો દોડાવાઈ છે.

મેટ્રોના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રો હાલમાં દર 30 મિનિટે સમય સવારે 9 થી રાતે 8 કલાકનો જ રહેશે જેમાં કોઇ ફેરફાર કરાશે નહીં કેમ કે ફલાઇટની જેમ મેટ્રોમાં ડ્રાઇવરના ડ્યુટી અવર્સ ફિક્સ હોય છે. અમે મેટ્રોના સમયમાં ફેરફાર કરી શકીએ નહીં, મુસાફરોની સંખ્યા વધશે તો 30 મિનિટના બદલે 15,20 મિનિટે ફ્રિકવન્સી મળી રહે તેવી સુવિધા ઉપલ્બધ કરાશે.

ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં મેટ્રો શરૂ થયાના 23 દિવસમાં અત્યારસુધી 6.39 લાખ જ્યારે નોર્થ-સાઉથમાં 18 દિવસમાં 2.25 લાખ એમ કુલ 8.64 લાખ લોકોએ મુસાફરી કરી તેની સામે મેટ્રોને 1.37 કરોડની આવક થઇ છે. જેમાં સૌથી વધુ ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની આવક એક કરોડને પાર કરી ગઇ છે.

મેટ્રોને મહિનામાં જ મળેલી સફળતા જોઈને ગાંધીનગરનો કોરિડોર હવે વધુ ઝડપથી તૈયાર કરવામાં આવી શકે છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા તૈયાર થઈ જાય તો તેવી સંભાવના છે. તેની સાથે-સાથે વડાપ્રધાને સૂચન કર્યુ હતુ તેમ થોળ, કડી, કલોલ, સાણંદ,દહેગામ વગેરે સ્થળોને મેટ્રો સાથે જોડવાની કામગીરી વેગ પકડી શકે છે.