Not Set/ વિકાસની ગતિમાં ઘટાડો, 6 વર્ષનાં સૌથી નીચલા સ્તર પર પહોંચી GDP

સરકાર દ્વારા બીજા ક્વાર્ટરનાં જીડીપીનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિની આશંકા પહેલા જ રાખવામાં આવી હતી કે બીજા ત્રિમાસિક ગાળાનાં જીડીપીનાં આંકડા 5 ટકાથી નીચે રહેશે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 4.5 ટકા રહ્યો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. જણાવી દઇએ કે ગયા વર્ષે દેશનો […]

Top Stories Business

સરકાર દ્વારા બીજા ક્વાર્ટરનાં જીડીપીનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિની આશંકા પહેલા જ રાખવામાં આવી હતી કે બીજા ત્રિમાસિક ગાળાનાં જીડીપીનાં આંકડા 5 ટકાથી નીચે રહેશે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 4.5 ટકા રહ્યો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. જણાવી દઇએ કે ગયા વર્ષે દેશનો વિકાસ દર 7 ટકા હતો. ગુરુવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે દેશમાં મોંઘવારી નથી અને ન તો આગળ હશે.

પાછલા ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, વિકાસ દર 5 ટકા હતો. આ ઘટાડો સતત પાંચમા ક્વાર્ટરમાં જોવા મળ્યો છે. ડેટા બહાર પાડતા પહેલા, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મૂળભૂત 8 સેક્ટરોનાં ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં તે 5.8 ટકા હતો. સરકારી ડેટા દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદને કારણે દેશનાં ઘણા ભાગોમાં પાકને મોટું નુકસાન થયું હતું. માનવામાં આવે છે કે આને કારણે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. શાકભાજીનાં ભાવમાં વધારો થવાને કારણે ખાદ્ય મોંઘવારીનાં દરમાં વધારો થયો છે.

Image result for gdp growth rate is down"

દેશનાં આર્થિક વિકાસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનાં ડેટા જાહેર કરવામાં આવ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ઓક્ટોબર મહિનામાં 8 મૂળભૂત ઉદ્યોગોનાં ઉત્પાદનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં આ 8 પાયાનાં ઉદ્યોગોનું ઉત્પાદન 5.8 ટકા રહ્યુ હતુ. વળી સપ્ટેમ્બર મહિનામાં 5.2 ટકા ઘટાડો થયો હતો. આપને જણાવી દઈએ કે આ બધા 8 પાયાનાં ક્ષેત્રો ઔદ્યોગિક ઉત્પાદનનાં પ્રોડક્શનમાં 40.27 ટકાનો ફાળો આપે છે. આ 8 પાયાનાં ક્ષેત્રોમાં કોલસો, કાચુ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, સિમેન્ટ, સ્ટીલ અને વીજળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.