Diwali Sindhubhan: સોમવારે ગુજરાતમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પણ લોકોએ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી હતી. પરંતુ આ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અહીં કેટલાક નબીરાઓ જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડ્યા. કેટલાક યુવકોએ વિન્ડો બોનેટ અને કાર પર ફટાકડા ફોડ્યા હતા. આ યુવાનોના કૃત્યથી રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. અમદાવાદનો સિંધુ ભવન રોડ હંમેશા લોકોથી ભરેલો રહે છે. અનેક લોકો અહીંથી પસાર થાય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ યુવાનો કાયદો હાથમાં લઈને વાહનની ઉપર ચઢી ગયા હતા અને ફટાકડા ફોડ્યા હતા. ચાલુકામાંથી યુવકો બારીમાંથી ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ યુવકોને જાણે કાયદાનો ડર જ નથી એવું લાગી રહ્યું છે.
ફટાકડા ફોડતા યુવાનોને આવા સ્ટંટ કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, બળજબરીથી કેટલાક લોકોને અહીંથી રસ્તો બદલીને બીજા રોડ પર જવું પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પોલીસ જાગી છે. સિંધુભવનં રોડ પર જાહેરમાં ફટાકડા ફોડતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સરખેજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સ્કોર્પિયો અને અર્ટિગા વાહન પણ કબ્જે કર્યું છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: Train Deariled / માલગાડીની બ્રેક ફેલ, 58માંથી 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને…
આ પણ વાંચો: covid 19 case / દેશમાં વધી રહ્યો છે કોરોના, 24 કલાકમાં 8 30 નવા કેસ, છેલ્લા 197 દિવસમાં સૌથી ઓછા કેસ
આ પણ વાંચો: મંદિર દર્શન / નૂતનવર્ષે હજારો ભક્તોએ શાહિબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા
