ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકતા અકસ્માતના બનાવો થઇ રહ્યા છે, દિવાળીના તહેવારોમાં મોરબીથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબી માળીયા નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 2નાં મોત થયા છે, જ્યારે ત્રણ બાળક સહિત નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે. માળિયા નેશનલ હાઇવે પર ખાનગી બસ અને મિની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોમાં અમુકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી માળિયા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. મિની ટ્રક અને ખાનગી બસ વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મિની ટ્રકમાં ભચાઉ જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. છોટા હાથીમાં જતો પરિવાર રાજકોટના વિરપુરનાં પીઠડીયા ગામનો ગોંડલિયા પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.
