ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે. આ દુખદ ઘટનામાં રાજ્યના ગૃહમંત્રીએ દુખની લાગણી વ્યકત્ કરી હતી અને જણાવ્યું હતું કે આ ઘટના પર મુખ્યમંત્રી સતત નજર રાખી રહ્યા છે, અને જિલ્લાના સાત વહિવટી તંત્ર સીધા સંપર્કમાં છે, એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે છે.બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. જેના કારણે અહીં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે અત્યાર સુધી આ હોનારતમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે વિશે કોઇ ચોક્કસ આંકડો જણાયો નથી પરંતુ સ્થાનિક તરવૈયાઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે. ત્યાં જ કેટલાક મૃતદેહો નદીમાં આગળ સુધી વહી ગયા હોવાનું પણ સ્થાનિક તરવૈયાઓ જણાવી રહ્યા છે.
