ખુશખબર/ ભાજપ સરકારે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લીધા મહત્વના નિર્ણય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે, ટૂંક સમયમાં એટલે કે એક કે બે દિવસમાં ચૂંટણીની જાહેરાત થાય તેવા સંજોગાેમાં રાજ્ય સરકારે પંચાયત હસ્તક કામ કરતા કર્માચારીઓ માટે મોટા નિર્ણય લઇ લીધા છે

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે, ટૂંક સમયમાં એટલે કે એક કે બે દિવસમાં ચૂંટણીની જાહેરાત થાય તેવા સંજોગાેમાં રાજ્ય સરકરાે પંચાયત હસ્તક કામ કરતા કર્માચારીઓ માટે મોટા નિર્ણય લઇ લીધા છે,

આ કર્મચારીઓના પડતર પ્રશ્નો સામે સરકાર સામે બાંયો ચડાવી હતી જેના પગલે સરકરા હરકતમાં આવી ગઇ હતી અને સત્વરે આ આરોગ્ય કર્મચારીઓને મનાવવા માટે અસરકારક પગલા લઇને આ પ્રકરણ બંધ કરવા તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા પંચાયત હસ્તકના નારાજ આરોગ્ય કર્મચારીઓ ને મનાવવા ભાજપ સરકાર થઈ દોડતી થઇ
કર્મચારીઓ ને મનાવવા ફટાફટફ  પરિપત્ર કર્યા હતા.સરકારે પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓના પડતર પશ્નોનો ઉકેલ લાવી દીધો છે.

ઉચ્ચ ફિક્સ સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો પરિપત્ર કર્યો છે આ ઉપરાંત રવિવાર સહિત જાહેર રજાના દિવસે કરેલ નોકરીના રજા પગાર અંગે પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. આ સાથે પીટીએ ના બદલે ક્ષેત્રીય ફેરણી ભથ્થુ આપવા સરકાર સહમત થતાં તત્કાલિક પરિપત્ર કરી દેવામાં આવ્યો છે.