- ભરૂચ: BTP-JDUના ગઠબંધન પર મોટા સમાચાર
- ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં થયો વિવાદ
- BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનુ નિવેદન
- છોટુ વસાવાની જાહેરાતને વ્યક્તિગત ગણાવી
- પિતાએ ગઠબંધનની જાહેરાત કરી, પુત્રએ નકારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે ,ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકિય સમીકરણ બદલાઇ રહ્યા છે. હાલ રાજકિય પાર્ટીઓ પોતાના સમીકરણ ગોઠવવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે. BTP અને JDU વચ્ચે વિધાનસભાની ચૂંટણીને લઈને ગઠબંધન થયું છે. આ અંગે છોટુ વસાવાએ જ જાણકારી આપી હતી. ત્યારે હવે મહેશ વસાવાએ ગઠબંધન અંગે જ ઈનકાર કર્યો છે.મહેશ વસાવાના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કારણ કે ચૂંટણી પહેલા જ પિતા-પુત્રની જોડીમાં મતભેદ જોવા મળી રહ્યા છે. છોટુ વસાવા બીટીપીના મુખ્ય સંયોજક છે, જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાએ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે
ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાએ JDU અને BTP વચ્ચે ગઠબંધનની વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હજુ ગઠબંધન થયું નથી. બીજી તરફ ગઈકાલે જ છોટુ વસાવાએ જાહેરાત કરી દીધી હતી કે, જેડીયુના મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. જનતાદળ અમારા જુના સાથી છે.અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશુ. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
