IND vs NZ Updates: ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીને આશા છે કે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં દમદાર પ્રદર્શન કરવાના છે. સેમિફાઇનલ સુધી ભારતના T20 વર્લ્ડ કપ અભિયાનમાં સૂર્યકુમાર યાદવ એકમાત્ર સ્ટાર હતો. સૂર્યકુમાર યાદવે 6 ઇનિંગ્સમાં 239 રન બનાવ્યા હતા અને પોતાની 360 ડિગ્રીની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. બીજી તરફ શાસ્ત્રીને આશા છે કે પ્રથમ વખત ટી-20 ટીમમાં સામેલ થયેલ શુભમન ગિલ આગામી ત્રણ મેચની શ્રેણીમાં પણ સારો દેખાવ કરશે. શાસ્ત્રી આ પ્રવાસમાં અંજુમ ચોપરા, મુરલી કાર્તિક, સિમોન ડૂલે અને હર્ષા ભોગલેની સાથે અંગ્રેજી કોમેન્ટ્રી ટીમનો ભાગ હશે.
પૂર્વ ભારતીય કોચે પ્રાઇમ વીડિયો દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું, ‘આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આમાં નવા ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે. મેં આ ખેલાડીઓને નજીકથી જોયા છે અને હું માનું છું કે તેઓ આ ટૂંકા ફોર્મેટમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. પરંતુ તે ભારત માટે ખૂબ જ સંઘર્ષપૂર્ણ સિરીઝ હશે, કારણ કે ન્યૂઝીલેન્ડની સ્થિતિ, મેદાન અને પિચો અલગ હશે અને તેમની પાસે ગતિ પણ હશે. હું કડક સ્પર્ધાની રાહ જોઈ રહ્યો છું અને કોમેન્ટ્રી પણ ટોપ ક્લાસની હશે, જે પાંચ ભાષાઓમાં પ્રસારિત થશે.
જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા (T20) અને શિખર ધવન (ODI) કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ T20 અને ત્રણ ODI રમાશે, જેનું પ્રસારણ ભારતમાં પ્રાઇમ વીડિયો પર કરવામાં આવશે.
આ પણ વાંચો: Gandhigram Rural Institute/ગાંધીજીના વિચારો જીવનના તમામ પડકારોનો સામનો કરી
