વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે 197 મુકત પ્રતિકો જાહેર કર્યા છે. આ મુકત પ્રતિકોમાં રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓ જાહેર કરી છે.વિધાનસભાની ચુંટણીઓ મા અપક્ષ ઉમેદવારો દ્રારા આ મુકત પ્રતિકોની પસંદગી થતી હોય છે. ઉમેદવાર દ્રારા આ પ્રતિકની પસંદગી માટે સામાન્યત: ત્રણ વિકલ્પ રજુ થતા હોય છે તે પૈકી કોઈ એકની ફાળવણી ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં થતી હોય છે.
પંચે જે મુકત પ્રતિકોની યાદી જાહેર કરી છે તેમાં બ્રેડ, બે કપ, બ્રેડટોસ્ટર, મરચુ, દ્રાક્ષ, ગેસ સીલીન્ડર, ગેસ સ્ટવ, કપ રકાબી, ડોલ, ડોરબેલ, ડોર હેન્ડલ, ફ્રોક, ગેસ સિલીન્ડર, પ્લેટ સ્ટેન્ડ, સેટીપીન, સ્કૂલબેગ, સાબુની ડીશ, ટુથબ્રશ, સોફા, ટૂથપેસ્ટ, દ્રે, વોલેટ, બારી, કુવો, ડસ્ટબીન, ટોફી, ચીપીયો, સીટી, વાંસળી, ફટબોલ, ગિટ પેક, પેન,સ્ટેન્ડ, પેટ્રોલપંપ, રેઝર, રીંગ, મ કુલર, મ હીટર, રબ્બર સ્ટેમ્પ, પીલવાનો સંચો, સિતાર, સ્લેટ, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર માઉસ, કવર, બંગડી, અલમારી, એરકંડીશન, બેબી વોકર, બલુન, બેટ, બેટસમેન, સાયકલ પંપ, કારપેટ, કેરમ બોર્ડ, પેન્સીલ બોકસ, શટર, સ્ટમ્પ, ટી.વી. રિમોટ, સોફા, ટોર્ચ, બેલ્ટ જેવા ચિ઼ોનો સમાવેશ થાય છે.
પચં દ્રારા જાહેર કરાયેલ મુકત પ્રતિકો ચૂંટણી અધિકારીની કચેરી બહાર લગાવવામાં આવ્યા છે. પચં દ્રારા જે મુકત પ્રતિકો જાહેર કરાયા છે તેમાં લાકડી, ટાઈપરાઈટર, ત્રિકોણ, ટેલિફોન, ટેન્ટ, વેકયુમ કલીનર, વાયોલીન, નાગરિક, લેટર બોકસ, ડ્રીલ મશીન, ડંબેલ્સ, રબ્બર સ્ટેમ્પ, સ્કુલબેગ, કેલકયુલેટર, ફટ ભરેલી બાસ્કેટ, બિસ્કીટ, બ્લેક બોર્ડ, બ્રીકસ, સીસીટીવી કેમેરા, ચેઈન, દળવાની ઘંટી, આદણી–વેલણ, ચંપલ, કલર ટ્રે વીથ બ્રશ, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, આદુ, હારમોનિયમનો પણ સમાવેશ થાય છે.
