ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છી ત્યારે હાલ ઉમેદવારોની યાદી અને પોર્મ ભરવા પ્રક્રિયા ચાલી રહી છે.ભાજપ દ્વારા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે રિવાબા જામનગર ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે, ત્યારે રવિન્દ્ર જાડેજાએ વીડિયોના માધ્યમથી જામનગરના લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.સાથે તેઓએ વિડિયો જાહેર કરી જણાવ્યું હતું કે જામનગરની સૌ ધર્મ પ્રેમી જનતા તેમજ મારા સૌ ક્રિકેટ પ્રેમીઓને મોટી સંખ્યામાં કાલે સવારે ફોર્મ ભરવા જાય તે સમયે હાજર રહેવા વિનંતી કરી હતી કાલે રવાબા જાડેજા સવારે 11 વાગે રવિન્દ્ર જાડેજા સાથે તેમનો ઉમેદવારી નોંધાવશે.
જામનગર ઉત્તરની બેઠકમાં નણંદ-ભાભી સામસામે ટક્કર જોવા મળશે. હકીકતમાં આ બેઠક ઉપર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના બહેન તેમજ કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નયનાબા જાડેજા બિપેન્દ્રસિંહ માટે પ્રચાર કરવાના છે.
